Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

રૈયા ગામમાં માનસીક બીમારીથી કંટાળીકાજલનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

યુવતીને લટકતી જોઇ પરિવારજનોએ હોસ્‍પિટલે ખસેડી

રાજકોટ તા. ૧૯: રૈયા ગામમાં રહેતી યુવતીએ માનસીક બીમારથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ રૈયા ગામમાં રહેતી કાજલ હેમતભાઇ મેદરીયા (ઉ.વ. રર) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો બોલાવવા જતા યુવતીને લટકતી જોઇ તુરત જ તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. કાજલ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ છે. તેણે માનસીક બીમારીના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્‍યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. વિજેન્‍દ્રસિંહે તપાસ હાથ ધરી છે.

(5:32 pm IST)