Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

બામણબોરમાં ગૃહકંકાસથી કંટાળી પંકજનો ફાંસો ખાઇ આપઘાત

બે બહેનોના એકના એકભાઇના મૃત્‍યુથી પરિવારમાં શોકઃ બેપુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ તા. ૧૯ : કુવાડવા નજીક બામણબોર ગામાં રહેતા યુવાને ગૃહકંકાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બે બહેનોના એકના ભાઇના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાયો છે.

મળતી વિગત મુજબ બામણબોર ગામમાં રહેતા પંકજ નરશીભાઇ સારદીયા (ઉ.૩૦) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો પરિવારજનો ઘરેઆવતા યુવાનને લટકતો જોઇ તાકીદે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું મૃતક પંકજ ડ્રાઇવીંગ કરતો હતો તેણે કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્‍સ જીતુભાઇ બાળા તથા રાઇટર રાહુલભાઇએ તપાસ ગુહ કંકાસના લીધે યુવાને આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્‍યું છે હાથ ધરી છે તેને સંતાનમાં બે પુત્રી છે બે બહેનોના એકના એક ભાઇના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છ.ે

(4:20 pm IST)