News of Tuesday, 19th September 2023
મિચ્છામિ દુકકડમનું મહત્વ પર્યુષણ નામનું વાર્ષિક પર્વ વર્ષ દરમ્યાન લાગેલા નાના-મોટા દોષોથી મુકિત મેળવવા માટે છે. આ પર્વનો સાર સાંવત્સરી પ્રતિકમણ છે. આ પ્રતિકમણનો પણ સાર મિચ્છામિ દુકકડમની આરાધના છે. આમ તો પર્યુષણ પર્વ આઠ દિવસના ગણાય છે પણ ખરી રીતે સાત દિવસ તો આરાધનાનું વાતાવરણ ઉભું કરવા માટે છે.સાધનાનો પાયો પાકો હોય તો જ સંવત્સરી પ્રતિક્રમણ બરાબર થઈ શકે.
આ એક દિવસની આરાધના સફળ એ માટે સાત દિવસ સુધી પુર્વભૂમિકા રચવાની છે. જયાં સુધી મોક્ષ ન પમાય ત્યાં સુધી આત્મામાં દોષ રહેવાના જ અને દોષોના કારણે ભુલો પણ થવાની દોષથી બચવાની કાળજી રાખવા છતા જે કોઈ દોષનું સેવન થઈ જાય એ દોષથી મુકત ચવા જ્ઞાનીઓએ પ્રતિકમણની ક્રિયા દર્શાવી છે. આ પ્રતિકમણના પ્રકાર પાંચ છે જે રાત્રિક દૈવસીક, પાક્ષિક, ચાર્તુમાસિક, સાંવત્સરી પ્રતિકમણ તરીકે ઓળખાય છે. રાત્રે લાગેલા પાપોની શુધ્ધિ રાત્રિક પ્રતિકમણથી ચાય છે. દિવસ સંબંધી પાપોથી શુધ્ધ બનવા દૈવસીક પ્રતિક્રમણ કરવાનું વિધાન છે.
રાત્રી-દિવસના પાપોથી આ રીતે શુધ્ધ બનવા ઉપરાંત પખવાડીયા દરમ્યાન જે પાપ બંધ થયો હોય એનાથી સવિશેષ રીતે શુધ્ધ બનવા પાક્ષિક પ્રતિકમણ કરવામાં આવે છે. કાર્તિક સુદ ચૌદશ ફાગણ સુદ ચૌદશ અને અષાઢ સુદ ચૌદશ આ રીતે ચાર ચાર મહિને સવિશેષ રીતે પાપથી શુધ્ધ કરવા જે પ્રતિકમણ કરાય એ ચાતુર્માસિક પ્રતિક્રમણ તરીકે ઓળખાય છે અને વર્ષભરના પાપની શુધ્ધિ માટે જે પ્રતિક્રમણ કરાય એ સાંવત્સરી પ્રતિક્રમણ તરીકે સર્વત્ર સુપ્રસિધ્ધ છે. આ પ્રતિકમણ ભાદરવા સુદ ચોયના દિવસે કરવાની આજ્ઞા છે.ભાદરવો મહિનો પર્યુષણમાં આવે છે . માટે પર્યુષણની મહત્તા આટલી બધી છે અને એ મહત્તા મિચ્છામિ દુકકડમ ના માધ્યમે દોષોની થતી કબુલાત એકરારના કારણે હોવાથી જ સાંવત્સરી પ્રતિકમણની આટલી બધી મહત્તા છે.
જૈન શાસનના સભ્ય તરીકે જેણે સભ્યપદ જાળવી રાખ્યું હોય એને માટે સાંવત્સરી પ્રતિકમણ તો અવશ્ય કરવું જરૂરી છે. એવુ વિધાન છે.જૈન શાસનમાં પર્વો તો ઘણા-ઘણા છે જ્ઞાનપંચમી,મૌન એકાદશી, અક્ષયતળતીયા, આસો અને ચૈત્રી શાશ્વતી ઓળી, ચોમાસી, દિવાળી ઈત્યાદી અનેક પર્વો છે. પરંતુ પર્વાધિરાજ તો એક માત્ર પર્યુષણ છે.જે પર્વના આગમનની અને વિદાયની જૈન-અજૈન તમામને જાણકારી મળે એવુ કોઈ પર્વ હોય તો પર્યુષણ જ છે. આઠ દિવસ સુધી ચાલનારું આ પર્વ છે.
આટલા માત્રથી જ આને પધિરાજ તરીકે બિરાદાવાય છે એવું નથી.પરંતુ આ પર્વના પાયા પર જૈન શાસનની જવલંતતા વળધ્ધિંવંસ બની રહેતી હોય છે. આ પર્વમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની સર્વતોમુખી આરાધના થતી હોય છે. આ પર્વની સૌ કોઈ ઉત્કંઠિત હૈયે રાહ જોતા હોય છે.જૈન શાસનના જય જયકારને ગગનગામી બનાવવામાં આવા પર્વનો ફાળો નાનો-સુનો નથી.નાના-નાના બાળકોથી માંડીને સહુ કોઈ ઉત્સાહ ઉમંગયી આ પર્વમાં આરાધના કરીને વર્ષે -વર્ષે નવો નવો ઈતિહાસ સર્જતા હોય છે. આઠ-આઠ દિવસ સુધી આ પર્વ લંબાતુ હોવા છતાં પ્રતિદિન ચઢતા ભાવોલ્લાસ સાથે આની ઉજવણીમાં સૌ કોઈ જોડાતું હોય છે.
આ અને આવી અનેક વિશેષતાઓના કારણે આ પર્યુષણ પર્વની આગળ પર્વાધિરાજનું બિરૂદ લગાડવામાં આવે છે. આજના દિવસે ગણવાદ તરીકે ઓળખાતા વ્યાખ્યાનમાં જૈન શાસનનું અદ્ભુત તત્વજ્ઞાન યુકિતગમ્ય બને એ રીતે વર્ણવાયું છે.
જીવ -અજીવ-પુણ્ય-પાપ આદિ નો તત્વોની વિશદ વિચારણા જૈન દર્શનની મૌલિક દેન છે.આજના દિવસે ગણારવાદમાં નવતત્વમાંના મુખ્યત્વે જીવને આત્માને અનુલક્ષીને ખુબ જ વિસ્તારથી વિવેચન કરવામાં આવે છે. ગણધરવાદની પુર્વભુમિકા પણ જાણવા સંકલન જેવી છે.