Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ગુર્જર સુતાર જ્ઞાતિ અને સહયોગી સંસ્‍થાઓ દ્વારા વિશ્વકર્મા દિવસની ઉજવણીઃ વ્‍યકિત વિશેષોનું સન્‍માન

રાજકોટ : શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ નિમિતે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર, દીવાનપરા ખાતે સવારે ધ્‍વજારોહણ અને વિશ્વકર્મા દાદાનું પૂજન તેમજ મહા આરતીનું આયોજન કરવામાં આવેલ. આ ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં  જ્ઞાતિજનોએ ઉમંગભેર ભાગ લઇ દાદાના ગુણગાન ગયા હતાં. જયારે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ અને તેની સહયોગી સંસ્‍થાઓ રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, ગુર્જર સુતાર કન્‍યા છાત્રાલય, વિશ્વકર્મા ધુન-મંડળ (ભાઇઓ), વિશ્વકર્મા ધુન મંડળ (બહેનો), ગજજર સર્વિસ ગ્રુપ, ધી ગુર્જર ઇન્‍ડસ્‍ટ્રીયલ સર્વિસઝ કો. ઓપ. સોસાયટી લી., વિશ્વકર્મા મંદિર આરતી મંડળ, ગજજર સખી વૃંદ, વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી અને ગુર્જર સુતાર જ્ઞાતીના ૪૦ થી વધુ પરિવારો દ્વારા સંયુકત રીતે ગુર્જર સુથારના પ્રદેશ કક્ષાના નવા રચાયેલા સંગઠન અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ-ગુજરાતના પ્રથમ પ્રમુખ ડો. પરેશભાઇ છનીયારા અને રાજકોટની ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ અને રાજકોટ મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિના નવા ચૂંટાયેલા સભ્‍ય રસિકભાઇ બદ્રકીયાનું સન્‍માન કરવાનો કાર્યક્રમ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાં આવેલ રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન ડો. પરેશભાઇ છનીયારા અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ ગુજરાતના પ્રમુખ તેમજ મહેમાન તરીકે રમેશભાઇ એ. તલસાણીયા, પ્રમુખ સૌરાષ્‍ટ્ર ગુર્જર સુતાર વિશ્વકર્મા પરિવાર, વેજલપુર અને અમદાવાદની અન્‍ય સંસ્‍થાઓ તેમજ જામનગર, જુનાગઢ, અમદાવાદ, અમરેલી, સુરત, ભાવનગર, બોટાદ, ધ્રોલ, પડધરી, મોરબી, વાંકાનેર, કડી વગેરે અનેક શહેર તથા જિલ્લાના તાલુકા કક્ષાની ગુર્જર સુતાર જ્ઞાતિની સમિતિના પ્રમુખ તેમજ અન્‍ય હોદેદારો અને મોટી સંખ્‍યામાં જ્ઞાતિજનો ખાસ ઉપસ્‍થિત રહેલ. મુખ્‍ય મહેમાનોના હસ્‍તે દીપ પ્રાગટય બાદ સૌનું સ્‍વાગત અધ્‍યક્ષ મુકેશભાઇ આર. વડગામાએ કરી દરેકને આવકાર્યા હતાં. પ્રમુખ રસિકભાઇ ડી. બદ્રકીયાએ ગુર્જર સુતાર જ્ઞાતિ ટ્રસ્‍ટની દરેક પ્રવૃતિઓ વિગતથી જણાવી હતી. શહેરના દક્ષિણ વિધાનસભા વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેર, રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુકત મેયર નયનાબેન પેઢડીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, અને શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પૂજારા, શહેર ભાજપના મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા તેમજ શિક્ષણ સમિતિના અન્‍ય સભ્‍યોનું સન્‍માન મોમેન્‍ટો, શાલ, પુષ્‍પગુચ્‍છ અને ખેસ દ્વારા ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા કરવામાં આવેલ. ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટમાંથી મહાનગર પાલિકાની ર૦ર૧ ની સામાન્‍ય ચૂંટણીમાં વોર્ડ નં. ૧૩ માંથી આમ આદમી પાર્ટીમાંથી  ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર જયશ્રીબેન જયસુખભાઇ પંચાસરા, સાથે જયસુખભાઇ પંચાસરા અને શ્રીમતી માધવીબેન નિતીનભાઇ બદ્રકિયાને ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરાવી પુનઃ પ્રવેશ કરાવ્‍યો હતો. જેની જાહેરાત પ્રમુખશ્રી ડો. પરેશભાઇ છનીયારા દ્વારા સન્‍માન કાર્યક્રમમાં કરવામાં આવી હતી. પ્રમુખ ડો. પરેશભાઇ છનીયારા અને રાજકોટની ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ ડો. પરેશભાઇ છનીયારા અને રાજકોટ મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિના નવા ચૂંટાયેલા સભ્‍ય રસિકભાઇ બદ્રકીયાનું ઢોલ નગારા સાથે મોમેન્‍ટો આપી ભવ્‍ય રીતે સન્‍માન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં પ્રમુખ રસિકભાઇ ડી. બદ્રકીયા અને કારોબારી સભ્‍ય હર્ષદભાઇ આર. બકરાણીયાના માર્ગદર્શન હેઠળ કાન્‍તીભાઇ પી. તલસાણીયા (ઉપપ્રમુખશ્રી), પ્રદીપભાઇ કે. કરગથરા (મંત્રીશ્રી), અરવિંદભાઇ બી. ત્રેટીયા (ખજાનચી), ગોરધનભાઇ ચાપાનેરા (સહમંત્રી), તેમજ અધ્‍યક્ષ મુકેશભાઇ આર. વડગામા, ઉપાધ્‍યક્ષ જગદીશભાઇ સોંડાગર, ટ્રસ્‍ટી દિનેશભાઇ એન. ખંભાયતા, વિજયભાઇ એમ. તલસાણીયા, મુકેશભાઇ કે. ભાડેશીયા તથા કારોબારી સભ્‍યો કિશોરભાઇ એમ. અંબાસણા, દિલીપભાઇ બી. પંચાસરા, શાંતિલાલ ડી. સાંકડેચા, મીતેશભાઇ એસ. ધ્રાગધારિયા, હરિભાઇ કે. સીનરોજા, જનકભાઇ એન. વડગામા, કિશોરભાઇ આર. બોરાણીયા, કેતનભાઇ એમ. મહિધરિયા, ઘનશ્‍યામભાઇ જે. દુદકીયા અને સહયોગી સંસ્‍થાના પ્રમુખ અને સભ્‍યો દ્વારા તેમજ જ્ઞાતિનાં અન્‍ય કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્‍કર નિતીનભાઇ બદ્રકીયાએ કરેલ. કાર્યક્રમના અંતમાં પ્રદીપભાઇ કરગથરાએ સૌનો આભાર વ્‍યકત કરેલ.

 

 

 

(5:17 pm IST)