Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

તરઘડીયા પાસે કૃષિ યુનિવર્સિટીના મહિલા જુનીયર કલાર્કના કવાર્ટરમાં રૂા.૮ર હજારની ચોરી

પિતા અને માતા સાથે વતન ગોંડલ આંટો મારવા ગયાને તસ્‍કરો હાથ ફેરો કરી ગયા

રાજકોટ તા. ૧૯ : તરઘડીયા પાસે આવેલા કૃષિ યુનિવર્સિટીમાં સ્‍ટાફ કવાર્ટરમાં રહેતા મહિલા જુનીયર કલાર્કના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂા. ૮ર હજારની મત્તા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર તરઘડીયાના પાટીયા પાસે આવેલા સુકી ખેતી સંશોધન કેન્‍દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના રાજકોટના સ્‍ટાફ કવાર્ટરમાં રહેતા રસીકભાઇ વિઠ્ઠલભાઇ પુરોહીત (ઉ.પ૯) તા.૧૬ના રોજ પત્‍ની અને પુત્રી સાથે તેના વતન ગોંડલ આંટો મારવા ગયા હતા ત્‍યારે પાછળથી તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો મકાનના દરવાજાના તાળા તોડી રૂા. ૮ર, હજારના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા.

પરિવારજનો રાજકોટ પરત આવ્‍યા ત્‍યારે ઘરમાં સામાન વેરવીખેર અને સુટકેશમાંથી દાગીના અને રોકડ જોવા ન મળતા ચોરી થઇ  હોવાની ખબર પડતા પ્રૌઢે પોલીસમાં જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. જે. ક. પાંડાવદર સહિતે સ્‍થળ પર પહોંચી રસીકભાઇની ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રસીકભાઇ પુરોહીત નિવૃત જીવન વ્‍યકિત કરે છે. તેના પુત્રી નીરાલીબેન (ઉ.ર૮) મુખ્‍ય સુધી ખેતી સંશોધન કેન્‍દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી રાજકોટમાં જુનીયર કલાર્ક તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્‍યું છે.

(4:18 pm IST)