Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ગોંડલમાં બે માસુમ બાળકોને પતાવી દેનાર પિતાનો જેલમાં ફાંસો ખાઇ આપઘાત

ગઇકાલે જ જેલ હવાલે થયેલા રાજેશ મકવાણાએ જેલના બાથરૃમમાં જઇ ચાદર વડે ફાંસો ખાઇ મોતની સોડ તાણી લીધી

રાજકોટ,તા. ૧૯ : ગોંડલમાં બે માસુમ બાળકો પોતાના ન હોવાની શંકા કરી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારનાર પિતા એ આજે ગોંડલ સબજેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ના વોરાકોટડા રોડ પર આવેલ આવાસ કવાર્ટરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઈ મકવાણાના પુત્રો રોહિત ઉ. ૩ અને હરેશ ઉ. ૧૩ ને ત્રણ દિવસ પહેલા ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસર થતાઙ્ગ સારવારઙ્ગ માટે રાજકોટઙ્ગ ખસેડાયા હતા. જયા બન્નેઙ્ગ ભાઇઓના મોત નીપજયા હતા. બનાવ અંગે બાળકોનાઙ્ગ પિતાઙ્ગ રાજેશ મકવાણાએઙ્ગન્યાઝનુ ભોજન લીધા બાદ મોત થયુ હોવાનીઙ્ગઆપેલી કેફિયત પોલીસને ગળે ન ઉતરતાઙ્ગપોલીસે આગવી પૂછપરછમાં રાજેશ પોપટ બની જઈઙ્ગ પત્નિ પર ચારિત્ર્યની શંકા હોય તેણે જ તેના બંને સંતાનોને પોતાના ઘરે ઝેર પીવડાવી દીધા હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી ૩૦૨ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.પત્નિ પર શંકામાં અંધ બનેલા રાજેશ મકવાણાએ દરગાહેઙ્ગથી ઘરે આવ્યા બાદ પડીકીમાઙ્ગ લઇ આવેલું ઝેર પાણીમાં નાખી 'આ ફાકી પી જાઓ' તેવુ કહી બન્ને બાળકોને પિવડાવ્યું હતુ.

પોલીસ તપાસ દરમિયાન માસુમ બાળકોની માતા હિરલબેનનો પોલીસે સંપર્ક કરી તેની પાસેથી સંપૂર્ણ વિગત જાણી હતી ત્યારે હિરલબેને જણાવ્યું હતું કે પતિઙ્ગ રાજેશ ચારિત્ર્ય પરઙ્ગ અવારનવાર શંકા કરી રોહિત અને હરેશ તેના સંતાનો નથી તેવું કહેતો હોયઙ્ગ ઙ્ગબંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પંદર દિવસ પહેલા જ આ બાબત થી કંટાળી બંને વચ્ચે છૂટાછેડા થયા હતા.બાદમાઙ્ગ રોહિત અને હરેશ તેના પિતા રાજેશ સાથે રહેતા હતા. પોલીસે માસુમ બાળકોના માતાને ફરિયાદી બનાવી ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન માસુમ બે બાળકોને મોતને ઘાટ ઉતારના પિતા રાજેશ મકવાણાને ગઇકાલે ગોંડલ પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ગોંડલ સબ જેલમાં રહેલ રાજેશ મકવાણાએ આજે સવારે ચાદર લઇ જેલના બાથરૃમમાં જઇ બાથરૃમના એંગલ સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જેલના સત્તાધીશોએ ગોંડલ સીટી પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પીએમ માટે હોસ્પિટલે ખસેડવા તજવીજ હાથ ધરી છે.

બે બાળકોને મોતને ઘાટ ઉતારી પિતાએ પણ ફાંસોખાય લેતા આ બનાવે ગોંડલ પંથકમાં ભારે ચર્ચા જગાડી છે.

(3:30 pm IST)