Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

શાસ્ત્રી મેદાન ખાતે 'રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવ'

મધુવન કલબ દ્વારા આયોજનઃ અમરનાથ ગુફા દર્શન, શ્રીનાથજીની ઝાંખી, ડાયરો, હસાયરો, જુના- નવા ગીતોની સફર સહિતના કાર્યક્રમોની વણઝાર

રાજકોટઃ મધુવન કલબ દ્વારા 'રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવ'નું શાસ્ત્રીમેદાન ખાતે જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.

મહોત્સવ દરમ્યાન દરરોજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી તેમજ રાત્રે ૯ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલા છે. જેમ કે શ્રીનાથજીની ઝાંખી, ડાયરો, હસાયરો, ડાન્સ કોમ્પીટીશન, જુના નવા ગીતોની સફર, બ્લડ ડોનેશન કેમ્પ, અમરનાથની ગુફા, ભસ્મ દર્શન વગેરે કાર્યક્રમો યોજાએલ છે.

આવતીકાલે પ્રથમ મહાઆરતી રાજકોટની સંસ્થાના અનાથ બાળકો, વૃધ્ધાશ્રમના વૃધ્ધભાઈ- બહેનો દ્વારા તેમજ  જાણીતા ઉદ્યોગપતિ ભુપતભાઈ બોદર, શૈલેષભાઈ પાબારી, દિલીપભાઈ પટેલ વગેરે મહાનુભાવો દ્વારા થશે.

રોજબરોજ ૧૦૮ મહાઆરતી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ભાવિકોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

મધુવન કલબ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવને સફળ બનાવવા આશિષ વાગડીયા, રાજુ કીકાણી, રાજભા ઝાલા તથા ૧૦૦ જેટલા કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:10 pm IST)