Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજીત

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવની તડામાર તૈયારીઓ શરૂ

નામાંકીત આર્કીટેક દ્વારા માધાપર સર્કલ પાસે, હરીશભાઇ લાખાણીના વિશાળ ગ્રાઉન્‍ડના આધુનિક નકશા તૈયાર કરાયા : વિશાળ સ્‍ટેજ, આકર્ષક લાઇટીંગ, બેઠક વ્‍યવસ્‍થા, ખેલૈયાઓને રમવાની પૂરતી જગ્‍યા, સલામતી, કેન્‍ટીન વિગેરે તમામ બાબતોને પ્રાધાન્‍ય : સીંગલ લેડીઝ પાસ, કપલ પાસ, ચાઇલ્‍ડ પાસ, ફેમિલી પાસના સંગાથે ભવ્‍ય - ધમાકેદાર આયોજનમાં રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ આતુર : રાજકોટ રઘુવંશી સમાજના મહિલા મંડળોના સભ્‍ય બહેનો માટે સીઝન પાસમાં સ્‍પેશ્‍યલ ડીસ્‍કાઉન્‍ટ : સીઝન પાસ લેનારને નાસ્‍તો - કોલ્‍ડ્રીંકસ - પાણીની બોટલ ફ્રી અપાશે : રાજકોટ લોહાણા મહાજન હેડ ઓફિસ, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે પૂરજોશમાં પાસ બુકીંગ શરૂ : મો.નં. ૮૧૮૧૮ ૨૫૨૫૮ ઉપર પણ બુકીંગ કરાવી શકાય છે : પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ સહિતના લાખેણા ઇનામો અપાશે : સ્‍પોન્‍સરશીપ આપવા માટે શ્રેષ્‍ઠીઓ - અગ્રણીઓમાં ભારે ઉત્‍સાહ : તા. ૧૫ ઓકટોબરથી ૨૩ ઓકટોબર, ૨૦૨૩ દરમ્‍યાન બોલીવુડનું પ્રખ્‍યાત ઓર્કેસ્‍ટ્રા, પ્રસિધ્‍ધ ગાયકો અને ચુનંદા સાજીંદાઓ સંપૂર્ણ પારિવારીક માહોલમાં ધૂમ મચાવશે : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્‍ટી મંડળ નવરાત્રીને યાદગાર બનાવવા કાર્યરત

રાજકોટ તા. ૧૬ : સમગ્ર વિશ્વમાં ગુજરાતની નવરાત્રી અને ગરબાનું એક અનેરૂં મહત્‍વ છે અને નવરાત્રી આવે એટલે બાળકો, યુવાનો, વૃદ્ધો, ખેલૈયાઓમાં એક અલગ જ રોમાંચ જોવા મળતો હોય છે. લોકો એક બે મહિના અગાઉથી નવરાત્રીની તૈયારીમાં વ્‍યસ્‍ત બની જતા હોય છે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને સતત સામાજીક, સાંસ્‍કૃતિક, સેવાકીય, તબીબી, ધાર્મિક, રોજગારલક્ષી વિગેરે પ્રવૃત્તિઓ કરતા રાજકોટ લોહાણા મહાજન દ્વારા તારીખ ૧૫ ઓક્‍ટોબર થી ૨૩ ઓક્‍ટોબર,૨૦૨૩ દરમિયાન યોજાનાર ‘અકિલા - લોહાણા મહાજન રાસોત્‍સવ ૨૦૨૩' ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રઘુવંશી ખેલૈયાઓમાં એક અનેરી આતુરતા અને રોમાંચ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોહાણા મહાજનની હેડ ઓફિસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, રાજકોટ ખાતે ખેલૈયાઓ દ્વારા પૂરજોશમાં પાસ બુકીંગ થઈ રહ્યું છે, મો. નં. ( ૮૧૮૧૮ ૨૫૨૫૮ ) ઉપર પણ પાસ બુકીંગ કરાવી શકાય છે. સીંગલ લેડીઝ પાસ, કપલ પાસ, ચાઈલ્‍ડ પાસ, ફેમિલી પાસ મેળવવા માટે લોકો આતુર બન્‍યા છે.રાજકોટમાં રઘુવંશી સમાજના જે મહિલા મંડળો ચાલે છે તેના સભ્‍યોને સીઝન પાસમાં સ્‍પેશ્‍યલ ડિસ્‍કાઉન્‍ટ પણ આપવામાં આવનાર છે.

હરીશભાઈ લાખાણીના વિશાળ ગ્રાઉન્‍ડ, માધાપર સર્કલ પાસે, રાજકોટ ખાતે યોજાનાર ‘અકિલા - લોહાણા મહાજન રાસોત્‍સવ ૨૦૨૩' ના ધમાકેદાર - ભવ્‍ય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાજકોટના નામાંકીત આર્કિટેક દીપકભાઈ નથવાણી દ્વારા વિશાળ ગ્રાઉન્‍ડના સમયને અનુરૂપ, આધુનિક નકશા તૈયાર કરવામાં આવ્‍યા છે, જેમાં વિશાળ સ્‍ટેજ, આકર્ષક લાઇટીંગ, બેઠક વ્‍યવસ્‍થા, ખેલૈયાઓને રમવાની પૂરતી જગ્‍યા, સલામતી, કેન્‍ટીન વિગેરે તમામ બાબતોને પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે. સીઝન પાસ લેનાર ખેલૈયાઓને નાસ્‍તો( સ્‍નેક્‍સ ), કોલ્‍ડ્રીંક્‍સ તથા પાણીની બોટલ ફ્રી આપવામાં આવશે. રોજેરોજ પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ સહિતના લાખેણા ઇનામો આપવામાં આવશે.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા ‘અકિલા લોહાણા મહાજન રાસોત્‍સવ ૨૦૨૩'ની જાહેરાત થતા જ સમગ્ર રાજકોટ - સૌરાષ્ટ્રમાંથી તમામ  જ્ઞાતિના શ્રેષ્ઠીઓ-અગ્રણીઓએ સ્‍પોન્‍સરશીપ આપવા માટે ભારે ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે. પ્રભુ ગ્રુપ (રાજુભાઇ પોબારૂ), ઘેરોન્‍દા ગેલેરી (કલ્‍પેશભાઈ પલાણ), એશિયન હોસ્‍પિટલ (ડો. નિશાંતભાઇ ચોટાઇ), હિરેનભાઈ ખખ્‍ખર, હિરેનભાઈ ચંદારાણા, આર.ડી. ઇવેન્‍ટ્‍સ,ધ ફર્ન રીસોર્ટ દ્વારકા, ઓસ્‍કાર હોટલ, ફેવરીટ ફિટનેસ જીમ, ધ્‍વનિ ટ્રાવેલ્‍સ એન્‍ડ ફોરેક્‍સ સહિતના અગ્રણીઓએ પોતાની સ્‍પોન્‍સરશીપ જાહેર કરી દીધી છે.

હજ્જારો રઘુવંશી ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા  લોહાણા મહાજન રાસોત્‍સવ ૨૦૨૩'ને યાદગાર સફળતા અપાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ પૂજારા, મંત્રીઓ શ્રીમતી રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઈ ઠક્કર, ઓડિટર ધવલભાઇ ખખ્‍ખર,  ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઈ સોનપાલ, ડો. પરાગભાઈ દેવાણી,  દિનેશભાઈ બાવરીયા,જીતુભાઈ ચંદારાણા, હરીશભાઈ લાખાણી, કિશોરભાઈ કોટક, હિરેનભાઈ ખખ્‍ખર, મનિષભાઈ ખખ્‍ખર, તુષારભાઈ ગોકાણી, જતીનભાઈ કારીયા, શૈલેષભાઈ પાબારી, ધવલભાઇ કારીયા, શ્રીમતી રીટાબેન કુંડલીયા, શ્રીમતી જયશ્રીબેન સેજપાલ, શ્રીમતી અલ્‍પાબેન બરછા, સુ.શ્રી રંજનબેન પોપટ, યોગેશભાઈ જસાણી, ડો. આશિષભાઈ ગણાત્રા, પ્રદીપભાઈ સચદે,વિધિબેન જટાણીયા સહિતના તમામ મહાજન સમિતિના સભ્‍યો, અગ્રણીઓ,હિતેનભાઈ પારેખ- દક્ષિણી વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:10 pm IST)