Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ડેન્ગ્યુ - મેલેરિયા - ચીકનગુનિયાના ૨૧ તથા ઝાડા - ઉલ્ટી - તાવના ૮૬૧ કેસ

મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો કહેર યથાવત : શહેરમાં છેલ્લા સપ્તાહમાં મચ્છર ઉત્પતિ સબબ ૫૫૪ને નોટીસ : ૫૪ હજાર ઘરોમાં ફોગીંગ

રાજકોટ તા. ૧૮ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. મચ્છરજન્ય રોગચાળાના ભય વચ્ચે પાણીજન્ય રોગોનાં દર્દીની સંખ્યા વધી રહી છે ે ત્યારે એક સપ્તાહમાં ઝાડા, ઉલ્ટી, તાવના ૮૦૦થી વધુ કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧૧ થી તા. ૧૭ સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્છરજન્ય રોગચાળાના ૨૧ કેસ

 છેલ્લા સપ્તાહમાં  મેલેરીયાના ૨, ચીકનગુનીયાના ૯ અને ડેન્ગ્યુના૧૦ કેસ તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે સીઝનમાં મેલેરીયાના ૨૨, ડેન્ગ્યુના ૭૫ તથા ચિકનગુનિયાના ૨૬ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૮૦૦થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૫૮૨ તેમજ સામાન્ય તાવના ૫૨ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૨૭  સહિત કુલ ૮૬૧ દર્દીઓ નોંધાયા હતા.

મચ્છર ઉત્પતિ સબબ ૫૫૪ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

પોરાનાશક કામગીરી હેઠળ ૫૪,૭૭૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૪૧૪૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૫૫૪ લોકોને નોટીસ પાઠવી છે.

(3:48 pm IST)