Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

કાલે સંવત્‍સરી : ક્ષમાના આદાન-પ્રદાન સાથે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ

જૈનો જિન ભકિતમાં લીન : ઘરે-ઘરે તપヘર્યાનો માહોલ : દેરાસરો-ઉપાશ્રયોમાં વ્‍યાખ્‍યાન વાણીનો લાભ લેતા શ્રાવક-શ્રાવીકાઓ

પર્વાધીરાજ પર્યુષણ અંતિમ ચરણમાં છે. કાલે સંવત્‍સરી મહાપર્વે જૈનો ક્ષમા યાચી ખમાવશે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભકિત-આરાધનાનો માહોલ છવાયો છે. પૂ.ગુરૂભગવંતોના પ્રવચનોનો શ્રાવકો લાભ લઇ રહ્યા છે. ભકિત ભાવનામાં તરબોળ થઇ રહ્યા છે. જિનાલયોમાં પ્રભુજીની મનમોહક અંગરચના કરવામાં આવે છે. શહેરના અમીન માર્ગ પાસે આવેલ પંચવટી દેરાસર ખાતે પણ પરમાત્‍માને ભવ્‍ય આંગી રચવામાં આવી હતી. ભાવિકોએ દર્શન-વંદનનો લાભ લીધો હતો. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૮ : તપ,ત્‍યાગ અને ધર્મ આરાધના સાથે પર્વાધિરાજ પર્યુષણ પર્વના દિવસો પસાર થઇ રહ્યા છે. જૈનોમાં આજે પર્યુષણ પર્વનો સાતમો દિવસ ઉજવાઇ રહ્યો છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના જીનાલયોમાં પરમાત્‍માની ભવ્‍યાતિત આંગી રચવામાં આવી હતી. રાજકોટના જાગનાથ દેરાસરમાં મૂળ નાયકરૂપ ભગવાન મહાવીર સ્‍વામી બિરાજમાન છે. તેથી ત્‍યાં ભવ્‍યાતિત આંગી અને સુશોભન કરવામાં આવેલ. આ સિવાય કાલાવડ રોડ, વિમલનાથ જીનાલય, શાષાીનગર, શ્રી શંખેશ્વર જીનાલય, પંચવટી દેરાસર, યુનિ. રોડ, શ્રી સુમિતનાથ જીનાલય, માંડવી ચોક, શ્રી સુપાર્શ્વનાથ જીનાલય, મણીયાર દેરાસર, ગાંધીગ્રામ, એરપોર્ટ રોડ શ્રી શાંતિનાથ જીનાલય સહિતના જીનાલયોમાં પરમાત્‍માની ભવ્‍યાતિત આંગી રચવામાં આવી હતી.દરેક જીનાલયોમાં આંગી દર્શન માટે ભાવિકો ઉમટી પડયા હતા.

આવતીકાલે જૈનો સંવત્‍સરી ઉજવશે. વ્‍યાખ્‍યાનમાં બારસાસૂત્રની બોલી બોલવામાં આવશે. સંવત્‍સરીના દિવસે પૂ.ગુરૂભગવંત બારસા સૂત્રનું વાંચન કરશે.

પર્યુષણ પર્વના પ્રથમ સાત દિવસ સાધનોના હોય છે. જ્‍યારે છેલ્લો દિવસ સંવત્‍સરીનો સિધ્‍ધીનો ગણાય છે.

આજે જીનાલયોમાં કલ્‍પસૂત્રના વ્‍યાખ્‍યાનો સમાપન થશે. જીનાલયોમાં પરમાત્‍માની ભવ્‍યાતિ આંગી અને ભકિત સંગીત યોજાયેલ છે. જેનો લાભ ભાવિકો લઇ રહ્યો છે. કાલે સંવત્‍સરી પર્વના દિવસે ૯ મુખ્‍ય કર્તવ્‍ય છે. બારસા સૂત્રનું અખંડ શ્રવણ અને સાંજે સાંવત્‍સરીક પ્રતિક્રમણ બારસા સૂત્રમાં ૧૨૦૦ થી વધુ શ્‍લોક છે. જેણે કલ્‍પસૂત્રનું શ્રવણ સંપૂર્ણ ન કર્યું હોય તેઓ માત્ર બારસા સુત્ર સાંભળવાથી તે કર્તવ્‍ય થાય છે. પાકૃત ભાષામાં રચિત આ સુત્ર વિશિષ્‍ટ સાધનો યોગોધ્‍વહન કરનાર સાધુ ભગવંતો જ આનુ શ્રવણ કરાવી શકે છે. મૂતિપૂજક જૈન સંઘોમાં બપોરે ત્રણ વાગ્‍યે સંવત્‍સરી પ્રતિક્રમણ શરૂ થશે તથા સાંજે ૭ કે ૭:૩૦ વાગ્‍યે સંપન્‍ન થશે. સંવત્‍સરી પ્રતિક્રમણમાં વર્ષ દરમિયાન થયેલા પાપોની આલોચના કરવામાં આવશે. સર્વજીવોની ક્ષમાયાચના માંગવામાં આવશે.

દિગંબર સમાજના દસ લક્ષણા પર્વાધિરાજ પર્યુષણનો આવતીકાલથી શુભારંભ થશે. દિગંબર સમાજ ભકિતમાં લીન બનશે : દરરોજ વ્‍યાખ્‍યાનો, પ્રતિક્રમણ સહિતના ધાર્મિક આયોજનો જિન મંદિરમાં યોજાશે.

 

(11:11 am IST)