Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ

વી.પી. વૈષ્ણવની ગુજરાત ચેમ્બરના રીજીયોનલ સેક્રેટરી તરીકે બીનહરીફ વરણીઃ રાજકોટ માટે ગૌરવ

રાજકોટ તા. ૧૯ :.. તાજેતરમાં યોજાયેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અમદાવાદની વર્ષ ર૦ર૦-ર૧ ની સંઘર્ષમય કારોબારી ચૂંટણીમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ ડીરેકટરપદે બીનહરીફ ચૂંટાઇ આવ્યા બાદ ગુજરાત ચેમ્બરના પ્રમુખશ્રી નટુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તા. ૧૮-૯-ર૦ર૦ ના રોજ મળેલ પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં શ્રી વી. પી. વૈષ્ણવની રીજીઓનલ સેક્રેટરી તરીકે પણ બીન હરીફ વરણી કરવામાં આવેલ છે. જે બાબત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માટે પ્રથમ વખત બનેલ છે. આઝાદીના ઇતિહાસમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કોઇ પ્રતિનિધી રીજીઓનલ સેક્રેટરી તરીકે વરણી થયેલ હોય એવી આ પ્રથમ ઘટના છે. આ નિર્ણયથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વેપારી અને ઉદ્યોગકાર આલમમાં હર્ષની લાગણી છવાયેલ છે. રીજીઓનલ સેક્રેટરીની જવાબદારી સમગ્ર ગુજરાતની ચેમ્બરોને સંકલન કરી સાથે રાખી અને સરકારશ્રીમાં વેપારીઓ અને ઉદ્યોગકારોના પોલીસી મેટરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની ખુબ જ અગત્યની અને મોટી જવાબદારી ભર્યુ સ્થાન છે. જે રાજકોટ ચેમ્બરના ચેમ્બરના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવને મળતા રાજકોટ ચેમ્બરે ખુબ જ ઉંચી ઉડાન ભરી છે. આમ સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગકારોના પ્રશ્નોને ખુબ મહત્વ સાથે વાચા મળશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:34 pm IST)