Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

નરેન્દ્રભાઈના જન્મદિન નિમીતે 'સહી પોષણ દેશ રોશન'ના સુત્ર સાથે

સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ૪૦ આંગણવાડી વર્કર બહેનોને કિચન ગાર્ડનની તાલીમ

રાજકોટઃ તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન ના ઉપલક્ષમાં પોષણ અભિયાનના ''સહી પોષણ દેશ રોશન''ના સૂત્ર મુજબ રાજયનાં તમામ બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાઓ અને કિશોરીઓનાં પોષણ સ્તરમાં સુધારો લાવવા ઝુંબેશ રૂપે લોકજાગૃતિ અને જનભાગીદારી દ્વારા પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જયાં ગત તા.૧૭.૦૯. ૨૦૨૦ ના રોજ આઈ.સી.ડી.એસ. રાજકોટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયાના સંયુકત ઉપક્રમે ન્યુટ્રી ગાર્ડનની તાલીમ રાજકોટ ગ્રામ્યના ૪૦ આંગણવાડી વર્કર બહેનોને સરકારશ્રીની માર્ગદર્શિકાને અનુસરી સોશિયલ ડિસ્ટનસ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયાના કેમ્પસમાં આપવામાં આવી જયાં પોષણ વાટિકા અંગેનું નિદર્શન આંગણવાડી વર્કર બહેનોને આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ ડો.બી.બી. કાબરીયા, પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવે, ડો.જી.આર.શર્મા,  પ્રિન્સીપલ, પોલીટેકનીક કોલેજ એગ્રીકલ્ચર એન્જીનરીંગ, તરઘડિયા અને શ્રી સુરેશભાઈ કવાડ, ફિલ્ડ ઓફિસર, ઇફકો ઉપસ્થિત રહ્યા હતા.આ તાલીમમાં ઇકો કંપની અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સૌજન્ય દ્વારા શાકભાજીના બિયારણના કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કિચન ગાર્ડન ની પદ્ઘતિ ઉછેર જાળવણી વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તેમ રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(3:32 pm IST)