Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે

કાલે ઓનલાઇન કવીઝઃ કૌન બનેગા પરમ શિષ્ય

પૂ.ગુરૂદેવના જીવન આધારીત પ્રશ્નોતરી

રાજકોટ, તા., ૧૯: જૈન, વૈષ્ણવ, લુહાણા, પંજાબી, મહારાષ્ટ્રીયન, બેંગોલી, રાજસ્થાની આદિ જૈન અને જૈનેતર જ્ઞાતિના દેશ-વિદેશના હજારો ભાવીકોના હ્રદયમાં ગુરૂ સ્વરૂપના પરમ પુજનીય સ્થાન પર બિરાજી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબના કોલકાતાના ભકતો દ્વારા આવતીકાલ રવિવાર તા.ર૦-૯-ર૦ર૦ સવારના ૮.૩૦ કલાકે કૌન બનેગા પરમ શિષ્યના અત્યંત રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવના આવી રહેલા પ૦ માં જન્મોત્સવદ અવસર નિમિતે લાઇવ પ્રસારણ માધ્યમે આયોજીત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પર ગુરૂદેવની પ૦ વર્ષની જીવન યાત્રા આધારીત અનેક પ્રકારના પ્રશ્નોના ઉતર આપવા માટે પરમ શિષ્યત્વની સીટ પર બેસવા હજારો ગુરૂભકતો આતુરતાપુર્વક રાહ જોઇ રહયા છે.

આ કાર્યક્રમની રૂપરેખા અંતર્ગત પરમ શિષ્યત્વની સીટ પર બેઠેલા ભાવીકોને વિવિધ પ્રકારના રાઉન્ડસમાં પ્રશ્નો પુછવામાં આવશે જેના જવાબ સિમિત સમયમાં નિર્ધારીત કરેલા નિયમો અનુસાર ભાવીકોએ આપવાના રહેશે.

પરમ ઉપકારી એવા ગુરૂદેવની દ્રષ્ટિમાં  પોતાના શિષ્યત્વની પરખ આપવા માટે આ કાર્યક્રમમાં સમગ્ર દેશ-વિદેશના અનેક ક્ષેત્રોના હજારો ભાવીકો અત્યંત ઉત્સાહ ભાવ સાથે યુટયુબ ફેસબુક અને ઝુમના માધ્યમે જોડાશે. એ સાથે જ આ અવસરે પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસ્ગ્ગહરં. સ્ત્રોતની પંચ રવિવારીય મહાસિધ્ધીદાયક જપ સાધનાના ચતુર્થ ચરણની આરાધના કરવીને સર્વત્ર મંગલતા પ્રસારીત કરવામાં આવશે.

(3:30 pm IST)