Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સુધરો તો સારૂ : દુકાનોમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા વેપારીઓ સહિત ૬૦ ઝડપાયા

કાર, રિક્ષામાં વધુ પેસેન્જર લઇને નિકળનાર ચાલકો અને બાઇક પર ત્રીપલ સવારી નિકેલા ચાલકો પણ ઝપટે ચડયા

રાજકોટ, તા.૧૯ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે શહેરના અલગ-અલગ વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોન, મોબાઇલની, પાન અને કોલ્ડ્રીંકસની, ફરસાણની, વડાપાંઉની અને ટી સ્ટોલ, પ્રોવિઝન સ્ટોર, બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનારા વેપારીઓ તથા ટુ વ્હીલર, રીક્ષા અને કારમાં વધુ મુસાફરોને બેસાડીને નીકળેલા ચાલકો સહિત ૬૦ વ્યકિતને પકડી કાર્યવાહી કરી હતી. જેની વિગત આ મુજબ છે.

એ-ડીવીઝન પોલીસે ત્રિકોણબાગ પાસેથી રીક્ષા ચાલક રાહીલ અલ્તાફભાઇ લીંગડીયા, મેહુલ કિશોરભાઇ હિરાણી, રામનાથપરા મેઇન રોડ પર ચામુંડા મેટલ્સ નામની દુકાન ધરાવતા અનિલ પ્રકાશભાઇ દેવનાણી, ન્યુ બેલી ચોકમાંથી રીક્ષા ચાલક રવિ વિનુભાઇ ખેર, કનક રોડ કરણપરા શેરી નં.૩૦માં શ્રી મોબાઇલ નામની દુકાન ધરાવતા દાઉન અનવરભાઇ ભુરાણી, કન્ટેઇનમેન્ટ ઝોન પ્રહલાદ પ્લોટમાં શેરી નં.રપ/૪૪માંથી અરવિંદ ઠાકરશીભાઇ પારેખ, કોમલબેન રાજનભાઇ પારેખ, રાજ અરવિંદભાઇ પારેખ, સરદારનગર મેઇન રોડ પર બાલાજી પાન દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર કેયુર કાન્તીભાઇ માકડીયા, લોધાવડ ચોક પાસેથી રીક્ષા ચાલક આસીફ આમદભાઇ ભૂત, લોધાવાડ ચોક પાસે નિશા ફાસ્ટ ફ્રુડ નામની દુકાન ધરાવતા મિતેશ ઉર્ફે કાનો સુરેશભાઇ રાજપોપટ, દિવાનપરા મેઇન રોડ પર જય શંકર સોડા નામની દુકાન ધરાવતા અમીત મનુભાઇ જરીયા, ગોંડલ રોડ બોમ્બે હોટલ સામે શુભમ ડીલકસ  પાન નામની દુકાન ધરાવતા હરસુખભાઇ પરબતભાઇ ભેદરડા, તથા બી-ડીવીઝન પોલીસે કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા દાદા તાનાજી નરબડ, તથા થોરાળા પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન આરાધના સોસાયટીમાંથી મહેશ નથુભાઇ મકવાણા, દુધ સાગર રોડ વિમા હોસ્પિટલની સામે શકિત ટી સ્ટોલ ધરાવતા મહેશ લાલજીભાઇ મુંધવા, શકિત સોસાયટી મેઇન રોડ પર કિશોર હેર આર્ટ દુકાન ધરાવતા સંજય ચીમનભાઇ છત્રોલા, ચુનારાવાડ ચોકમાથી રીક્ષા ચાલક નદીમ નાસીરભાઇ જાફાઇ તથા ભકિતનગર પોલીસે જંગલેશ્વર મેઇન રોડ પરસાણા સોસાયટીમાં અકતા પાન એન્ડ ટી સ્ટોલ ધરાવતા સુલેમાન હુસેનભાઇ ઠેબા, હરિધવા રોડ પર જય અંબે વડાપાંઉ નામની દુકાન ધરાવતા અનિલ દુર્ગેશભાઇ કપુર, પ૦ ફુટ રોડ પર સદગુરૂ મોબાઇલ શોપ નામની દુકાન ધરાવતા મયુર જગદીશભાઇ આલવાણી, અકશા મોબાઇલ એન્ડ કોમ્યુટર નામની દુકાન ધરાવતા સીકંદર સલીમભાઇ મીરા, જે.કે. પ્રોવિઝન સ્ટોર ધરાવતા મોહસીન નુરમહંમદભાઇ નકાણી, ગાયત્રીનગર મેઇન રોડ પર એસ.બી.આઇ. બેંક પાસે ઇગલ બેકરી નામની દુકાન ધરાવતા ભાવેશ પ્રવિણચંદ્રભાઇ ગાંધી તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન મંદિર પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા હરેશ તુલશીદાસભાઇ રાઠોડ, અરવિંદ મંગળદાસભાઇ ચૌહાણ, નવાગામ સોખડા ચોકડી પાસેથી પ્રકાશ લખીભાઇ સોરાણી, વિજય ભાણાભાઇ મકવાણા તથા આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક કિશન મીઠાભાઇ રાઠોડ , આજીડેમ ચોકડી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નિકળેલા પ્રવિણગીરી શાંતિગીરી ગૌસ્વામી, રીક્ષા ચાલક ભાવેશ રામજીભાઇ સોલંકી, રીક્ષા ચાલક હિતેશ તુલશીભાઇ વાઘેલા, રીક્ષા ચાલક ગેલા કરમશીભાઇ ગોવાણી, સ્વાતી પાર્કમેઇન રોડ પર સ્વાતી પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા યોગેશ ધીરૂભાઇ શીંગાળા, તથા માલવીયાનગર પોલીસે અંબાજી કડવા પ્લોટ શેરી નં.૧માંથી રમેશ હરજેનભાઇ પટેલ, ગોંડલ રોડ પી.ડી. માલવીયા કોલેજ પાસે સુરતી ગ્રીન નામની દુકાન ધરાવતા વસીમ ઇસરાઇલભાઇ મલીક તથા સંજરી એગ્સ ઝોન નામની રેકડી ચલાવતા અલ્તાફ હારૂનભાઇ ઓળીયા, મકસુદ રફીકભાઇ સમા તથા પ્રનગર પોલીસે સદરબજાર પાસેથી એસેસ પર ત્રીપલ સવારી નીકળનાર સાગર ગીરીશભાઇ મુડાસીયા, બહુમાળી ભવન ચોક પાસેથી રીક્ષા ચાલક રમેશ લાલજીભાઇ વાઘેલા, રીક્ષા ચાલક ભીખુ જુમ્માભાઇ સમા, તથા ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલા પાસે કષ્ટભંજન શેરી નં.૧માં રાધીકા ડેરી ધરાવતી ભાવિન મહેન્દ્રભાઇ ખગ્રામ, રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષા ચાલક અજય બાબુભાઇ ઝાલા, બજરંગવાડી પાસેથી ઇકો કાર ચાલક મહંમદ યાસીન ઓસમાણભાઇ તથા તાલુકા પોલીસે બાલાજી પાર્ક ફોર્ચ્યુન હોટલ પાસેથી કોરોન્ટાઇન કરાયેલા કમલેશ જયંતીભાઇ ડોડીયા, ૧પ૦ ફુટ રીંગ પાટીદાર ચોકમાંથી ઇકો કાર ચાલક કાનજી બચુભાઇ દેગામા, ગીરનાર સોસાયટીમાંથી માતૃ પ્રોવિઝન સ્ટોર ધરાવતી કનક ભીખુભાઇ જરીયા, મવડી રોડ પાટીદાર ચોકમાંથી બાઇક પર ત્રીપલ સવારી નીકળલા ચંદ્રશ રવજીભાઇ ડોબરીયા, બાપાસીતારામ ચોક પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા વિજય રામરેશભાઇ ગુપ્તા, સંજય રામરેશભાઇ ગુપ્તા, જયકિશન ચંદ્રશેખરભાઇ નીશાલ, ઓમનગર ચોકડી પાસેથી જયમાી ડીલકસ પાન દુકાન ધરાવતા રૂશિ શૈલેષભાઇ ઘીયા, તથા યુનિવર્સિટી પોલીસે બાપા સીતારામ ચોક પાસે યુ ફ્રેશ વૃંદાવન ડેરી ધરાવતા રીંકુલ ભગવાનજીભાઇ સંઘાણી પંચાયતનગર શિલ્પન ઓનેક્ષ એપાર્ટમેન્ટમા કોરોન્ટાઇન કરાયેલા જીતેન્દ્ર જેન્તીભાઇ માકડીયા, દોઢસો ફુટ રોડ નાગરિક બેન્કની બાજુમાં દ્વારકાધીશ ટી સ્ટોલ ધરાવતા રાજુ સવાભાઇ જોગરાણા, સાધુવાસવાણી રોડ પર સનસીટી આર્કેટ પાસે હરસિદ્ધિ ડીલકસ પાન નામની દુકાન ધરાવતા દિપક અરજણભાઇ વાઢેર, રૈયા ધાર શીતલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે ખોડલ ટી એન્ડ પાન-કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા બાલા રત્નાભાઇ જોગરાણા, દુકાનદાર દેવશી સોંડાભાઇ ચાવડીયા, સાધુવાસવાણી રોડ પર જનકપુરી મેઇન રોડ બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા મયંક જેન્તીભાઇ ખાનપરા, આલાપ ગ્રીન સીટી નજીક વચ્છરાજ હોટલ પાસે ઉમીયા પાન દુકાન ધરાવતા રવિ દેવકરણભાઇ ભાલોડીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:30 pm IST)