Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૯થી ૨૫ સુધીની આગાહી

દ.ગુજરાતમાં વરસાદી માહોલ રહેશેઃ સૌરાષ્ટ્રમાં કોઈ- કોઈ દિવસે વરસી જાય

સૌરાષ્ટ્રમાં ૪૦ ટકા વિસ્તારોમાં ૧૫ મી.મી. થી ૩૫ મી.મી., સિમિત વિસ્તારોમાં ૬૦ મી.મી. અને બાકીના ૬૦ ટકા વિસ્તારોમાં ઝાપટાથી ૧૫ મી.મી. વરસશેઃ બંગાળની ખાડીની સિસ્ટમ્સ સૌરાષ્ટ્રને ખાસ અસર નહિ કરે

રાજકોટઃ બંગાળની ખાડીની સિસ્ટમ્સ સૌરાષ્ટ્રને ખાસ અસરકર્તા નથી. વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૯ થી ૨૫ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે આગાહીના સમયગાળા દરમ્યાન કુલ વરસાદ આ મુજબ પડવાની શકયતા છે. સૌરાષ્ટ્રના ૪૦ ટકા વિસ્તારમાં ૧૫ મી.મી. થી ૩૫ મી.મી., સિમિત વિસ્તારોમાં ૬૦ મી.મી. સુધી અને બાકીના ૬૦ ટકા વિસ્તારોમાં ઝાપટાથી માંડી ૧૫ મી.મી. સુધી વરસી જાય.

તેઓએ જણાવેલ કે ચોમાસુધરીના પશ્ચિમ છેડો હિમાલયની તળેટી બાજુ છે અને પૂર્વ છેડો નોર્મલ થઈ ગયો છે જે બરેલી, અલ્હાબાદ, અંબિકાપુર, ચાંદબલી અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. ઈસ્ટ વેસ્ટ સીયરઝોન ૧૬ ડિગ્રી નોર્થ એટલે કે ગોવા નજીક છે. જે મહારાષ્ટ્ર, છત્તીસગઢ ઉપર ૩.૧ કિ.મી.થી ૭.૬ કિ.મી.ના લેવલ સુધી પસાર થાય છે.

ઉત્તર અને મધ્ય બંગાળની ખાડીના મોટા વિસ્તારમાં હાલ પ્રેશર નીચુ થયેલ છે. તેમજ સાઉથ ચાઈના તરફથી 'નોલ' નામનું વાવાઝોડુ થાઈલેન્ડ, મ્યાનમાર્ગ ઉપરથી પસાર થઈ અને વાવાઝોડાના અવશેષો બંગાળની ખાડીમાં દાખલ થશે. જેથી આવતીકાલે બંગાળની ખાડીમાં લો પ્રેસર બનશે. આ સિસ્ટમ્સ હાલના અનુમાનો મુજબ એમ.પી. અને યુ.પી. સુધી પહોંચશે.

હાલના અનુમાન મુજબ બંગાળની ખાડીવાળા લો પ્રેસરની અસર થાય સૌરાષ્ટ્રને થાય તેની શકયતા છે.

અશોકભાઈએ જણાવેલ કે તા. ૧૯ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન મુખ્ય વરસાદ દ. ગુજરાત ૩૫ મી.મી. થી ૫૦ મી.મી. આગાહી સમયમાં કુલ અને સીમીત વિસ્તારમાં ૧૦૦ મી.મી. સુધી પડશે. જયારે મધ્ય ગુજરાતમાં ૧૫ મી.મી. થી ૩૫ મી.મી. સુધી અને સૌરાષ્ટ્રમાં ૪૦ ટકા વિસ્તારોમાં ૧૫ મી.મી.થી ૩૫ મી.મી. અને સીમીત વિસ્તારમાં ૬૦ મી.મી. સુધી તેમજ  બાકીના ૬૦ ટકા વિસ્તારમાં ઝાપટાથી ૧૫ મી.મી. સુધી વરસશે. જયારે ઉત્તર ગુજરાતમાં ઝાપટાથી ૨૫ મી.મી. વરસાદ પડશે. કચ્છમાં અનિશ્ચીતતા છે.

(2:57 pm IST)