Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વરલી ફીચર જુગારના ચાર દરોડામાં સગીર સહિત છ પકડાયા

બી ડીવીઝન, થોરાળા, ગાંધીગ્રામ પોલીસે ત્રણ અને ક્રાઇમ બ્રાંચે ત્રણને દબોચ્યા

રાજકોટ, તા., ૧૯: ભગવતીપરા, મનહર પરામાં દોઢસો ફુટ રોડ રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે તથા ભીલવાસ મટન માર્કેટ પાસે અને હંસરાજનગર પાસે જલારામ નગરમાં પોલીસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમાડતા ૬ શખ્સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. એસ.એમ.માડમ તથા સંજયભાઇ મીયાત્રા સહીતે બાતમીના આધારે ભગવતીપરા શેરી નં. ૧ માં દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમાડતા ગોવિંદ મોહનભાઇ ધોળકીયા (ઉ.વ.૬૩) (રહે. ભગવતીપરા શેરી નં. ૧) ને રૂ. પપ૦૦ની રોકડ સાથે તથા થોરાળા પોલીસ મથકના  હેડ કોન્સ. બી.આર.વાસાણી તથા રમેશભાઇ માલકીયા સહીતે મનહર પરા શેરી નં. ૧૦ પાસે વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા સગીરને ઝડપી લઇ રૂ. ૧૦૭૦ની રોકડ સાથે તથા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. ખોડુભા જાડેજા તથા ગોપાલભાઇ પાટીલ સહીતે રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે વરલી ફીચરનો જુગાર રમાડતા કેતન રમેશભાઇ પાણખાણીયા (ઉ.વ.રર) (રહે. રૈયાધાર મારવાડી સોસાયટી)ને રૂ. ૪૭૦૦ની રોકડ સાથે અને ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રાજદીપસિંહ ગોહીલ, ચેતનસિંહ ચુડાસમાએ ભીલવાસ મટન માર્કેટ પાસેથી રફીક અબુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩) (રહે. મોટી ટાંકી ચોક પાસે) અને મહેબુબ હમીદખાન પઠાણ (ઉ.વ.૪૦) (રહે. મોટીટાંકી ચોક)ને રૂ. ૮પ૦૦ની રોકડ સાથે અને હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા તથા ક્રિપાલસિંહ જાડેજા સહીતે હંસરાજનગર જલારામનગર શેરી નં. ૧ માંથી હીરાલાલ ઉર્ફે હીરૂ રેવાચંદભાઇ ગોકલાણી (ઉ.વ.૩૯) (રહે. જલારામનગર મફતીયાપરામાં) ને વરલી ફીચરનો જુગાર રમતા પકડી લઇ રૂ.૩૯પ૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી હતી.

(2:32 pm IST)