Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કોરોના દર્દીઓના સગા વ્હાલાઓની વ્હારે સાંસદ વોર્ડ નં.રના કોર્પોરેટરોએ બેસવાના બાકડાઓ મૂકયા

રાજકોટ તા.૧૯ : કોરોના સંક્રમણ વધતા રાજકોટની સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે તેની સાથે આવેલા સગા સબંધીઓને હોસ્પિટલના સંકુલમાં બેસવા તથા આરામ કરવા માટેના બાકડા સાંસદ વોર્ડ નં.રના કોર્પોરેટરો દ્વારા મુકવામાં આવી છે.

અહીં રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ બિલ્ડીંગમાં કોરોના દર્દીની સારવાર લેવા આવતા દર્દીઓના કુટુંબીજનો - સગા - મિત્ર વર્તુળ બહાર બેસી શકે તે માટે અહીં સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા વોર્ડ નં.રના કોર્પોરેટર અને બાંધકામ કમીટીના ચેરમેન મનીષભાઇ રાડીયા વોર્ડ નં.૦રના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.રના કોર્પોરેટર અને પુર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦રના કોર્પોરેટર સોફીયાબેન દલની  ગ્રાન્ટમાંથી સારા હેતુથી બાકડા મુકવામાં આવેલ છે.

ઉપરોકત બાકડા કોરોના-૧૯ના બિલ્ડીંગની આજુબાજુ મુકવામાં આવેલ છે. સૌરાષ્ટ્રભરના ગામોમાંથી અનેક દર્દીઓ કોરોના દર્દની સારવાર લેવા આવે છે. ત્યારે બિલ્ડીંગમાં પ્રવેશબંધી હોય જે ધ્યાન પર લઇ સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંતભાઇ ઠાકર દ્વારા ઉપરોકત જાગૃત કોર્પોરેટરશ્રીઓને ધ્યાન પર મુકેલ અને રજુઆત કરેલ.

 અંતે વોર્ડ નં.૦રના જાગૃત કોર્પોરેટરોએ પરિસ્થિતિ ધ્યાન પર લઇ બાકડા મુકાવ્યા હતા. જેથી દર્દીનાં સગા વ્હાલાઓમાં રાહત લાગણી ફેલાઇ છે.

(2:30 pm IST)