Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અભયભાઇના સ્વાસ્થ્ય માટે ગોંડલમાં યજ્ઞ

ભુવનેશ્વરી શકિતપીઠના શ્રી ઘનશ્યામજી મહારાજ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ રાજકોટ જિલ્લા પ્રમુખ પંકજભાઇ રાવલ દ્વારા ગોંડલ ખાતે યજ્ઞ કરી સાંસદ અભયભાઇના સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. ગોંડલ- રાજકોટ બ્રહ્મસમાજના અગ્રણીઓ અતુલભાઇ પંડિત, ગીરીશભાઇ રાવલ વગેરે સાથે જોડાયા હતા. ભુવનેશ્વર મહાદેવના ચરણમાં દુધ, ગંગાજળ ચડાવી મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(2:29 pm IST)