Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

બરોડા બેંક ભકિતનગર શાખાનું સર્વર ૩-૩ દિ'થી ઠપ્પઃ ગ્રાહકો હેરાન-પરેશાન

રાજકોટ : અત્રેની બરોડા બેંકની ભકિતનગર શાખામાં છેલ્લા ૩ દિવસથી સર્વર ડાઉન રહેતા આ બેંકના ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છેઃ આ બેંકના ગ્રાહકોની  ફરીયાદ છે કે, આ બેંકનું ગ્રાહકોની ફરીયાદ છે કે, આ બેંકનું સર્વર થોડા થોડા દિવસના અંતરે ઠપ્પ થઇ જતું હોય છેઃ સર્વર બંધ થવાને કારણે લોકોને પૈસા ઉપાડવામાં, જમા કરાવવામાં પાસબુક લખાવવા, સહિતનું કામકાજ ખોરંભે પડી જાય છે. આ અંગે બેંકના મેનેજરનો સંપર્ક કરતાં તેમણે સ્વીકાર્યુ હતું કે ૩ દિવસથી સર્વર કામ કરતું બંધ થઇ ગયું છે, તેને ઠીકઠાક કરવાના પ્રયાસો ચાલુ છેઃ તેમણે કહયું હતું કે, સાંજ સુધીમાં રાબેતા મુજબનું કામકાજ શરૂ થઇ જવા ધારણા છેઃ  ટેકનોલોજીના તથા સ્પર્ધાના સમયમાં જો બેંકના સર્વર વારંવાર ડચકા ખાતા હોય કે બંધ થતાં હોય તો બેંકે ગંભીરતાથી તે પ્રશ્ન ઉકેલવો જરૂરી બને છેઃ ભકિતનગર જેવા ઔદ્યોગીક વિસ્તારમાં જો બેંકનું સર્વર ઠપ્પ થઇ જાય એ બેંક માટે શરમજનક બાબત કહેવાય.

(4:16 pm IST)