Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રવિવારે લીંબડીમાં સમસ્ત મોઢ વણિક સમાજ દ્વારા જીવનસાથી પરિચય મેળો

તૈયારીઓને આખારી ઓપઃ મીટીંગોને દોર અંતિમ ચરણમાં

રાજકોટઃ દશા અડાલજા ગોભવા મોઢ વણિકજ્ઞાતિઃ લીંબડી સંચાલિત સમસ્ત મોઢ વણિક સમાજ-લીંબડી આયોજિત પ્રથમ જીવનસાથી પરિચય મેળો તા.૨૨ના રવિવારે સવારે ૮ કલાકે ગીરીરાજ કોટન જીનીંગ ફેકટરી, માર્કેટીંગ યાર્ડ પાસે, નેશનલ હાઇવે નંબર-૮, લીંબડી ખાતે રાખેલ છે ફોર્મ ભરેલ મોઢ વણિક જ્ઞાતિનાં યુવક-યુવતીએ સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.

કાર્યક્રમનાં પ્રથમ ચરણમાં સવારે ૮ થી ૯.૩૦ સુધી અલ્પાહાર ત્થા રજીસ્ટ્રેશન, ત્યારબાદ ૯.૩૦ થી ૧૦.૩૦ દિપ પ્રાગટય, પ્રાર્થના, મહેમાનોનું સન્માન વિધી, ૧૦.૩૦ થી બપોરે ૪.૩૦ સુધી જીવનસાથી પસંદગી કાર્યક્રમ, વચ્ચે સમય પ્રમાણે જમણવાર, બપોરે ૪.૩૦ થી ૪.૩૦ યુવક-યુવતીની પારીવારીક મીટીંગ અને અંતમાં સાંજે ૫.૩૦ થી ૬ હાઇટી સાથે કાર્યક્રમનું સમાપન થશે. યુવતીઓની વિશેષ એન્ટ્રી સાથે ૬૪૮ યુવક-યુવતીના ફોર્મ ભરાયેલ છે.

કાર્યક્રમમાં સમારંભનાં પ્રમુખસ્થાને મોઢ મહોદયના પ્રમુખ હર્ષદભાઇ શાહ, સમારંભના અતિથિવિશેષ પદે ફેડરેશન મોઢ વણિક સમાજના ગુજરાત કમીટીના ચેરમેન ચીમનભાઇ વટાવાવાળા ત્થા મુંબઇના કિરીટભાઇ કાપડીયા, મોરબી મોઢ જ્ઞાતિના પ્રમુખ પરેશભાઇ વજેરીયા, સમારંભના આમંત્રીત મહેમાન પદે રાજકોટનાં રમેશભાઇ જીવાણી (રઘુવીર કોટન-હડમતાલા), શૈલેષભાઇ આર.શાહ (નિવૃત વેટ ઓફીસર), કિરીટભાઇ સી.પટેલ (કારોબારી સભ્ય, મોઢ મહોદય), મુકેશભાઇ પી.દોશી (સંસ્થાપક-દિકરાનું ઘર,ઢોલેરા) ,ભાવેશભાઇ દોશી (બગસરાવાળા), મોરબીથી નરોતમભાઇ દોશી, હિતેશભાઇ પારેખ, વાંકાનેરથી રાજેશભાઇ વોરા, મુંબઇથી પિયુષભાઇ શાહ, રજનીકાંતભાઇ પરીખ, સુરેન્દ્રનગરથી, અશ્વિનભાઇ પારેખ, બોટાદથી ભરતભાઇ શેઠ, સંજયભાઇ વડોદરીયા, પુનાથી રાજુભાઇ એમ.શાહ, ઢંસા જંકશન સુરેશભાઇ એન.ગાંગડીયા (માતંગી કોટન મીલ), જેતપુરથી નવિનભાઇ બાબરીયા, સુરેન્દ્રનગરથી અતુલભાઇ પી.વોરા, દિપકભાઇ પી.શાહ (સી.એ) ખારા ઉપસ્થિત રહી ગરીમાપૂર્ણ કાર્યક્રમની શોભા દિપાવશે. કાર્યક્રમને સફળ બનાવવા મીટીગોને દોર રાજકોટ ખાતે ચાલુ રહેલ. સફળતાની શુભેચ્છા સાથે મંડળ ચેરમેન હસુભાઇ કલ્યાણી ત્થા નિઃસ્વાર્થભાવે ૧૬૯ યુવક-યુવતીઓનાં વેવિશાળ કરાવનાર લીંબડી મોઢ વણિક જ્ઞાતિના પ્રમુખ દિપકભાઇ કલ્યણીનું રાજકોટમાં રમેશભાઇ જીવાણી, કિરીટભાઇ જીવાણી, કિશોરભાઇ જીવાણીએ પોતાના સપ્તાહ પ્રસંગમાં, કિરીટભાઇ પટેલએ પોતાના નિવાસ સ્થાને રાખેલ જ્ઞાતિ જનોની મીટીંગ તથા અશ્વિનભાઇ પટેલએ પોતાના નિવાસસ્થાને રાખેલ જ્ઞાતિબંધુની તેમજ લીંબડી સમાજની બ્રેકફાસ્ટ મીટીંગમાં, દરેક જગ્યાએ ભવ્ય રીતે ખેસ પહેરાવી, શાલ ઓઢાડી સર્વે જ્ઞાતિ બંધુની ઉપસ્થિતિમાં ગરીમાપૂર્ણ સન્માન કરેલ.

કાર્યક્રમ સફળ બનાવવા લીંબડીના ચેરમેન હસુભાઇ કલ્યાણી, પ્રમુખ દિપકભાઇ કલ્યાણી, ઉપપ્રમુખ ચીરાગભાઇ મહેતા, ટ્રેઝરર ભરતભાઇ ગાંધી, સેકેટરી હર્ષદભાઇ મહેતા, મુકેશભાઇ કલ્યાણી, હિરેનભાઇ મહેતા, રાજુભાઇ ગાંધી, જયેશભાઇ મહેતા, પ્રકાશભાઇ ભાવસાર, સુરેશભાઇ શાહ, સુરેન્દ્રનગરનાં દિપકભાઇ સી.એ., અશ્વિનભાઇ પારેખ, કમલેશભાઇ મહેતા, રશ્મીભાઇ મહેતા, અતુલભાઇ વોરા, મયુરભાઇ મહેતાએ જહેમત ઉઠાવેલ.

પ્રચાર-પ્રસાર સેવા રાજદકોટનાં જ્ઞાતિ અગ્રણી અશ્વિનભાઇ પટેલે પુરી પાડેલ, તેમજ બહારગામ કવરેજ માટે જસદણ અગ્રણી પત્રકાર ધર્મેશભાઇ કલ્યાણીએ સેવા પુરી પાડેલ. વિશેષ માહિતી માટે રાજકોટના અશ્વિનભાઇ પટેલ મો.૯૮૨૫૧ ૯૫૯૫૫, લીંબડી ખાતે જ્ઞાતિ પ્રમુખશ્રી દિપકભાઇ કલ્યાણી મો.૯૮૨૫૭ ૬૫૩૮૦ ચેરમેન હશુભાઇ કલ્યાણી મો.૯૩૭૫૫ ૩૫૮૮૮નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:13 pm IST)