Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આવતા શનિવારે વેલકમ નવરાત્રી

ફેસ્ટીવા ગ્રુપ ઓફ ઇવેન્ટ દ્વારા કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે આયોજનઃ ગુજરાતી ફિલ્મના કલાકારો હાજરી આપશેઃ ખેલૈયાઓને આમંત્રણ

રાજકોટઃ તા.૧૯, ફેસ્ટીવા ગ્રુપ ઓફ ઇવેન્ટ  દ્વારા આગામી તા.૨૧ના શનિવારે સાંજે ૭ વાગ્યાથી કાલાવડ રોડ ઉપર આવેલ કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

 ૧ લાખ વોટની સાઉન્ડ સીસ્ટમ્સ સાથે ગાયક કલાકારો હેમંત જોશી અને જલ્પા જોશી ખેલૈયાઓને થીરકવા મજબુર કરશે. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ''રઘુસીએનજી''ના કલાકારોની ટીમ ખેલૈયાઓમાં જોમ ચડાવશે.

મુખ્ય મહેમાન તરીકે રાજદીપસિંહ જાડેજા (રીબડા), જય વઢવાણી, દિવ્યેશ દુધાત્રા, મનાલી દુધાત્રા, આરીફ સપા, ગૌરવ પટેલ, દિવ્યપાલસિંહ રાવા, પ્રિન્સ સોઠા અને હાર્દિક સોરઠીયા ઉપસ્થિત રહેશે.

ખેલૈયાઓ માટે પાસની ફી રૂ.૧૦૦ રાખેલ છે. જે મેળવવા  તેમજ વધુ વિગત માટે મો. ૮૨૦૦૦ ૬૬૫૬૯ ઉપર સંપર્ક કરવો.

આયોજનમાં આયોજકો સોનલ ડાંગરીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, જશ રાજપરા, રાજદિપસિંહ જાડેજા, શ્યામ પરમાર, યુવરાજ ચૌહાણ, ધવલ નથાણી, યશ ચાવડા, ધ્રુવ રાજા, જીલ પરમાર અને રવીરાજ રઘુવંશી જોડાયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:11 pm IST)