Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ડો. કથીરીયા યુ.એસ.એ.ના પ્રવાસે

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ અમેરીકાના પ્રવાસની શરૂઆત કેલીફોર્નીયા સ્ટેટના સાન્ફ્રાન્સીસ્કો સીલીકોન વેલીના સાનહોર્ઝ વિસ્તાર અને બેકર્સ ફીલ્ડ શહેરોની મુલાકાતથી કરી હતી. મેક ઇન ઇન્ડિયા માટે વિશેષ યોગદાન આપવા અપીલ કરી હતી. ગુજરાત અને કેલિફોર્નીયાનું હવામાન, ભૌગોલિક વાતાવરણ, ઉદ્યમશીલતા, ગુજરાતીઓની વિશેષ જનસંખ્યા અને સામ્યતા જોતા બન્ને રાજયોના વિકાસમાં અરસ પરસ યોગદાન મહત્વનું બની શકે તેમ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. સીસ્ટર સ્ટેટ એમ.ઓ.યુ. મીટીંગ કરી સ્વામીનારાયણ મંદિર અને ગુજરાતી ભારતીય સમુદાય સાથે મીટીંગ કરી હતી. આ પ્રવાસમાં યુરોલોજીસ્ટ ડો. પ્રદિપ કણસાગરા, અલિગઢના અભિનવ ગોૈસ્વામી સાથે જોડાયા છે.

(4:11 pm IST)