Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મિતા'ઝ યોગ ટેમ્પલમાં નરેન્દ્રભાઇના જન્મદિનની ઉજવણી

યોગ,પ્રાણાયમ,ધ્યાન, સાઉન્ડ થેરાપી સહિતની અપાતી તાલીમ

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મિતા'ઝ ટેમ્પલમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. સંચાલકોએ  જણાવેલ કે શ્રી મોદીની તંદુરસ્તી, સ્ફૂર્તિનુ કારણ યોગ છે. તેઓ નિયમીત પણે યોગ કરે છે. યોગને વિશ્વસ્તરે લાવી ૨૧ જુનને યોગ દિવસ બનાવનાર તેઓ છે.  વડાપ્રધાન શ્રીમોદીના જન્મદિને મીતા'ઝ યોગ ટેમ્પલમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે મીતા'ઝ યોગ ટેમ્પલમાં યોગ,પ્રાણાયમ, ધ્યાન, સચોટ રીતે અને પધ્ધતીસર શીખવવામાં આવે છે. તથા તેનો સર્ટીફીકેટ કોર્સ પણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત રેકી, સ્ટોન થેરાપી અને સાઉન્ડ થેરાપી પણ શીખવવામાં  આવતુ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:53 pm IST)