Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મકાન પડાવી લેવા ડે.મેયરના પત્નિ મ્યુનિ. કર્મચારી વિગેરે સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૧૯: અત્રેના પરશોતમભાઇ વેલજીભાઇ ડોબરીયાએ રાજકોટની ચીફ.જયુ.મેજી.ની કોર્ટમાં (૧)જયાબેન અશ્વિનભાઇ મોલીયા, રહે.''શ્રીરામ'' નારાયણનગર, પેડક રોડ,પાણીના ઘોડા પાસે, રાજકોટ, (૨)પાંચાભાઇ એન.ડોબરીયા તે સિધ્ધી વિનાયક પાર્ક, સુચીત સોસાયટીના પ્રમુખ ઠે.સિધ્ધી વિનાયક પાર્ક, કુવાડવા રોડ, રાજકોટ (૩)રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન ટેક્ષ ડીપાર્ટમેન્ટ મ્યુનિ. કોર્પોરેશન વોર્ડ નં.૫ના અધિકારી રાજકોટ મ્યુનિ. ઇસ્ટઝોન કચેરી, રાજકોટના અધિકારી સામે આઇ.પી.સી.ની કલમ ૪૬૫,૪૬૬,૪૬૭,૪૬૮,૪૭૧ તથા ૧૨૦-બી મુજબ વિરૂધ્ધ ફરીયાદ કરી હતી.

અમો પરશોતમભાઇ વેલજીભાઇ ડોબરીયા જે સિધ્ધી વિનાયક પાર્ક શે.નં.૨/૩, (સુચીત) કુવાડવા રોડ, રાજકોટ ખાતે જમીન ચો.વાર આશરે ૫૦-૦૦ ઉપર આવેલ મકાન ઇ.સ.૧૯૯૭ની સાલથી અશ્વિનભાઇ ચતુરભાઇ મોલીયા પાસે થી રૂ.૨ લાખ માં ખરીદ કરેલ છે. ત્યારે અશ્વિનભાઇ એ અમો ફરીયાદીને મકાનનો કબ્જો ભોગટો સોપી આપેલ હતો. ત્યારથી આ મકાનના અમો એક માત્ર માલીક, કબ્જેદાર અને હકકદાર છીએ. તે મકાનનો વેરો, લાઇટ બીલ, ગેશ બીલ વિગેરે અમો ફરીયાદી ભરપાઇ કરીએ છે.

અમો પરશોતમભાઇ વેલજીભાઇ ડોબરીયા માલીકીનું કાયદેશરૃં અને કબ્જા ભોગવતાવાળ મકાન પચાવી પાડવા માટે આરોપી ''જયાબેન અશ્વિનભાઇ મૌલીયા'' ખોટા દસ્તાવેજો પોતાના નામે બનાવેલ હોય, જયાબેનને ચોક્કસ ખ્યાલ છે કે, આ (સુચીત) મકાન તેમના પતિ પાસેથી પરશોતમભાઇ એ ખરીદ કરેલ છે. અને મકાનનો કબ્જો ભોગટો અશ્વિનભાઇ ચતુરભાઇ મૌલીયા પરશોતમભાઇને સોપી આપેલ છે તે જાણતા હોવા છતા તેના ગેરલાભ લઇને જયાબેનના પતિ અશ્વિનભાઇ મોલીયા ભાજપમાં આગળ પડતા કાર્યકર હોય અને હાલ રાજકોટ મહાનગર પાલીકામાં ડેપ્યુટી મેયરહોય તેના હોદાન ઉપર હોય, તેના હોદા નો દુર-ઉપયોગ કરીને ફરીયાદીનું કાયદેશરનું મકાન પડાવવા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ નં.૫, અધિકારીની સાથે મળી ને જયાબેનએ પોતાના પતિ અશ્વિનભાઇ મારફત સતાનો દુર ઉપયોગ કરી ને મકાન વેરા પહોંચમાં ખોટા દસ્તાવેજો ના આધારે માલીક તરીકે નામ ચડાવેલ હોય, તથા પાંચાભાઇ એન.ડોબરીયા તે સિધ્ધી વિનાયક પાર્ક, સુચીત સોસાયટી ના પ્રમુખ હોય તેની પાસે ખોદા દસ્તાવેજ બનાવીને તેનો ખરા તરીકે સરકારી કામે ઉપયોગ કરીને જયાબેન અશ્વિનભાઇ મોલીયાએ પોતાની માલીકીનું મકાન ન હોવા છતાં પોતાનું નામ સોસાયટીમાંથી પ્રમાણપત્ર, અને શેર સર્ટીફીકેટ બનાવીને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં વેરા બીલ જયાબેન મોલીયા તરીકે નામ ચડાવેલ હોય અને ગંભીર પ્રકારનો ગુનો આચરેલ.

આથી અમો પરશોતમભાઇ વેલજીભાઇ ડોબરીયા ફરીયાદીએ રાજકોટની ચીફ.જયુ.મેજી. જજ ની કોર્ટમાં આઇ.પી.સી.ની કલમ ૪૬૫,૪૬૬,૪૬૭,૪૬૮,૪૭૧ તથા ૧૨૦-બી નોધાવેલ હોય. જેમાં એડી.ચીફ.જયુ.મેજી.જજ દ્વારા ફરીયાદીના એડવોકેટની દલીલ તેમજ ફરીયાદીની જુબાની તથા રજુ રાખેલ દસ્તાવેજોને ધ્યાને લઇને એ.ડીવી.પોલીસ સ્ટેશના પી.આઇ. શ્રી તપાસ કરવાનો હુકમ ફરમાવેલ અને તપાસ કરીને તેનો રીપોર્ટ કોર્ટમાં રજુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

ફરીયાદી પરશોતમભાઇ વેલજીભાઇ ડોબરીયા તરફે રાજકોટના એડવોકેટ સંજયભાઇ એચ.પંડ્યા, મનિષ એચ.પંડ્યા, નિલેષ ગણાત્રા, રવિભાઇ ધ્રુવ, ભુપેન્દરસિંહ જાડેજા, તથા ઇરશાદ શેરસીયા, જયદેવસિંહ ચૌહાણ રોકાયા હતા.

(3:39 pm IST)