Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

'તને ભડાકે દઇ દેવી છે'...કહી બાવાજી મહિલાને મકાન ખાલી કરવા રજપૂત દંપતિની ધમકી

ગુરૂદેવ પાર્કનો બનાવઃ રમેશ રાઠોડ તેના પત્ની ધર્મિષ્ઠા સામે ગુનો

રાજકોટ તા. ૧૯: કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્કમાં રહેતા બાવાજી પરિવારને મકાન ખાલી કરવા બાબતે ઝઘડો કરી સામે રહેતા રજપૂત દંપતી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા ગુરૂદેવ પાર્ક શેરી નં. ર માં રહેતા અને ઇમીટેશનની મજૂરી કામ કરતા શૈલેષભાઇ રવિદાસભાઇ ગોંડલીયા (ઉ.વ. ૪પ) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેના ઘરની સામે રહેતા રમેશ કાનાભાઇ રાઠોડ અને તેના પત્નિ ધર્મિષ્ઠાબેને તેના ઘર પાસે આવી મકાન ખાલી કરવા બાબતે બોલાચાલી કરતા હતા. દેકારો બોલતા તેની પત્ની અને પુત્ર બહાર આવતા પાડોશી રમેશ અને ધર્મિષ્ઠાએ ઉશ્કેરાઇને ત્રણેયને ગાળો આપી 'તને ભડાકે દઇ દેવી છે' કહી ધમકી આપી હતી, અને મકાન ખાલી કરવાનું કહી છેલ્લા એક માસથી આ રજપૂત દંપતી ત્રાસ આપતા શૈલેષભાઇએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર. આર. રાઠોડ તથા રાઇટર મહેશભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)