Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

લોકસભાની ચૂંટણીમાં કોન્ટ્રાટરો-વેપારીઓને ચૂકવવાનાં કરોડો આવી ગયા...પરંતુ ચૂકવણું ન થતા કલેકટર સૂધી ફરિયાદો

કલેકટરે દરેક પ્રાંત-મામલતદારને તાકિદે લાઇટ-મંડપ-પાણી-ભોજનના બીલના નાણા ચુકવી દેવા કરેલ આદેશો... : આપનાર પાસેથી ઉઘરાણાની વાતોથી ખળભળાટઃ હજુ ખર્ચના હિસાબોનું મહેકમ ચાલુઃ ૪ નાયબ મામલતદારો હિસાબો કરે છે!!

રાજકોટ તા. ૧૯ : ગત એપ્રિલ માસમાં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી, તે પછી સ્ટાફનો પગારની ગ્રાંટ આવી ગઇ, તાજેતરમાં શહેર-જીલ્લા માટે સેવા આપનાર મંડપ-ઇલેકટ્રીક-વીડીયોગ્રાફી-પાણી-ભોજનના કોન્ટ્રાકટરો-વેપારીઓ-પેઢીઓ માટે પણ કરોડોની ગ્રાંટ ર૦ થી રપ દિ' પહેલા આવી ગઇ છ.ે આ છેલ્લો હપ્તો છે, પરંતુ હજુ સધુી આ નણા આ બધા સેવા આપનારને નહિ ચુકવાતા, કલેકટર સુધી ફરીયાદો પહોંચી હતી, અને આખરે કલેકટરે દરેક પ્રાંત-મામલતદારને તાકિદ કરી લાઇટ-મંડપ-પાણી-ભોજન-વીડીયો ગ્રાફીના બીલના નાણા તાકિદે ચૂકવી દેવા આદેશો કરતા અધિકારીઓમાં સોંપો પડી ગયો છે.

એટલું જ નહી અમૂક સેવા આપનાર પાસેથી ઉઘરાણાના અમુક ટકાની વાતો ફરીયાદો ઉભી થતા ખળભળાટ મચી ગયો છે, તે અંગે પણ ખાનગી રાહે તપાસ શરૂ થયાનું બીનસત્તાવાર જાણવા મળે છે.

દરમિયાન ચૂંટણી પતી ગયા પછી પણ હજુ સુધી ખર્ચના હિસાબોનું મહેકમ વિખેરાયુ નથી, ૪ નાયબ મામલતદારો ઓઝા, રાણા લાબડીયા, ભરત કાસૂંદ્રા, હિરેન જોષી હિસાબો કરી રહ્યા છે.

બીજી બાજુ ચૂંટણીમાં ફરજ બજાવનાર મહેસુલના ૪૧ કર્મચારીઓને ેસ્પેશ્યલ પે ની જાહેરાત થઇ છે, તેઓના ૧૯ લાખ જેવી રકમ ટ્રેઝરીમાં જમા થઇ છે, આ રકમ હવે ચુકવાશે, અને સાથોસાથ ચૂંટણીના ખર્ચના ફાયનલ હિસાબો પણ મંગાવાતાં હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.

(3:36 pm IST)