Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હજ્જ વેળા ૧૬ર યાત્રિકોના અવસાન-૮ બાળકોના જન્મ

ભારતના કુલ ૧ લાખ ૯૯ હજાર ૮રર મુસ્લિમ ભાઇ-બ્હેનોએ હજ્જ પઢીઃ ભારતથી ૪ કરોડ રૂપિયાની દવા સાઉદી અરેબીયા મોકલાઇ : ર૩૪૦ મહિલાઓ વિના સ્વજને ધાર્મિક યાત્રાએ પહોંચીઃ ૬૦૦ જેટલા વિમાનોનો આવન-જાવનમાં ઉપયોગ થયો : ઓલ ઇન્ડીયા હજ્જ કમિટી દ્વારા હજ્જયાત્રા-ર૦૧૯ સુખરૂપ પૂર્ણ થયાનો અહેવાલ રજૂ કર્યો

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. ૧૯ : તાજેતરમાં જ ઇસ્લામ ધર્મના પાંચ પૈકીના એક સ્તંભ''હજ્જ'' ધાર્મિક યાત્રા સંપન્ન થઇ છે જેના માટે દર વર્ષે ઓલ ઇન્ડીયા હજ્જ કમિટી સંચાલન કરે છે જે કાર્યવાહી પૂર્ણ થતા કમિટીએ સવિસ્તર અહેવાલ રજુ કરી દીધો છ.ે

જે મુજબ આ વર્ષે હજજ કમિટી દ્વારા હજ્જ યાત્રા કરનારાઓની  સંખ્યા ૧ લાખ ૩૯૯૮૭ હતી.  જયારે તેની સામે ભારતના કવોટા મુજબ ખાનગી ટૂર્સ દ્વારા જનારા હજ્જ યાત્રીકો ૬૦ હજાર હતા.

આ હજ્જયાત્રા સંપન્ન થતા પ૦૭ વિમાનો દ્વારા સાઉદી અરેબીયાથી ૧ લાખ ૩૯૮રર હાજીઓ ભારત પરત ફર્યા છે. જેમાં ૧૬ર હજયાત્રીકોના અવસાન થયા છે.

હજ્જયાત્રાના કાર્યક્રમ મુજબ પ્રથમ વિમાન ગત તા.૪ જુલાઇના દિલ્હીથી મદીના પહોંચી હતી અને ર૧ જુલાઇના અંતિમ વિમાન મદીના પહોંચેલ જો કે ર૩૪ વિમાન દ્વારા ૬ર હજાર હજ્જ યાત્રીકો મદીના પહોંચ્યા હતા.

બીજી તરફ ર૦ જુલાઇના પ્રથમ વિમાન જિદાહ પહોંચેલ અને અંતિમ વિમાન ૭ ઓગસ્ટના જીદાહ પહોંચેલ આમ ર૭૩ વિમાન દ્વારા ૭૮ હજાર યાત્રીકો ઉડ્ડયન સ્થળોથી પ૦૭ વિમાન દ્વારા ૧ લાખ ૩૯૯૮૭ હજ્જ યાત્રીકો સાઉદી અરેબીયા પહોંચ્યા હતા.

આ યાત્રીકોમાં ૧૧૬ બાળકો પણ હતા જયારે હજ્જ યાત્રાના સમયગાળા દરમિયાન સાઉદી અરેબીયામાં ૮ બાળકોના જન્મ પણ થયા હતા.

હજ્જયાત્રા વેળા કમિટી દ્વારા રહેણાંક વ્યવસ્થામાં મક્કા શહેરમાં અઝીઝીયા નામના વિસ્તારમાં ૧ લાખ ર૧૯૦૯ યાત્રીકો રોકાયા હતા અને એન.સી.એન.ટી. ઝોનમાં ૧પ૭૭ર યાત્રીકો ત્થા બાકી ર૩૦૯ યાત્રીક અન્યત્ર રોકાયા હતા જેમાં પણ કમીટી માટે સૌથી મૂશ્કેલ કાર્ય શુક્રવારના સમયે નમાઝ પઢવા માટે એક જ સમયે ૧ થી દોઢ લાખ હાજીઓને અઝીઝીયા જેવા દુરના વિસ્તારથી કા'બા-મક્કા શહેરમાં  પહોંચાડવાનું રહ્યું હતું.

જો કે આ તમામ હજારો હજ્જ યાત્રીકોની સુવિધા માટે ૧પ જેટલા અલગ-અલગ માહિતી કેન્દ્રો બનાવાયા હતા. જેમાં ૧૬ ડીસ્પેન્સરી અને ૩ હોસ્પીટલ કાર્યરત કરાયેલ ૧૭ અબ્યુલન્સ ર૪ કલાક કામે લાગેલ ૬ કોર્ડીનેટર, ૬ર હજ્જ ઓફિસર ર૦૩ હજ્જ સહાયક, ૧૬૭૮ તબીબો, ૧૮૧ પેરા મેડીકલ સ્ટાફને ભારતથી સાઉદી અરેબીયા મોકલાયા હતા.

જયાં જયાં યાત્રીકો રોકાયા ત્યાં ઇમારતોમાં વાઇફાઇ સુવિધા અપાઇ હતી. કુલ ૩૪ મોઅલીમ એટલે કે યાત્રીકોની સ્થાનીક સંચાલક કંપનીઓ રહી હતી.

જે દ્વારા ૭૪ હજાર યાત્રીકોએ મેટ્રો ટ્રેન દ્વારા મીનાના મેદાન પહોંચેલ ૬૬ હજાર હાજીઓ બસ દ્વારા પહોચેલ આ ઉપરાંત ૬૩૯૩૬ યાત્રીકોએ હજ્જ કમીટી સંચાલિત કુરબાનીનો લાભ લીધો હતો આ ઉપરાંત યાત્રીકોની સુખાકારી માટે ૪ કરોડ રૂપિયાની દવાઓ ભારતથી મોકલાઇ હતી.

હજ્જ વેળા સૌ પ્રથમ તમામને મક્કા શહેરથી મીના નામના સ્થળે મેદાનમાં પહોંચવાનું હોય છે ત્યાંથી બીજા દિવસે દુર ''અરફાત'' નામના મેદાનમાં પહોંચવાનું હોય છે જેમાં પપ યાત્રીકોને અમ્બ્યુલન્સ દ્વારા અરફાત લઇ જવાયા હતા નવા કાયદા મુજબ ર૩૪૦ મહિલાઓ મહેરમ વગર એટલે કે પોતાના કોઇપણ સ્વજન વગર એકલા હજ્જયાત્રાએ આવેલ હતી.

જોકે તમામ મહિલા હજ્જ યાત્રીકોની રહેણાંક ઇમારત અલગ રખાઇહતી અનેતેના માટે મહિલા અધિકારી સહિત સાથે રહેલ .

જયારે હજ્જયાત્રા સંપૂર્ણ થતા પ્રથમ વિમાન ૧૭ ઓગસ્ટના જીદાહથી લખનૌ આવવા રવાના થયેલ જે સિલસિલો બીજી સપ્ટેમ્બર સુધી હડાલતા ર૭ર વિમાન દ્વારા ૬ર હજાર હાજીઓ જીદાહથી ભારત પરત સુખરૂપ ફર્યા હતા.

આ વર્ષે સ્પાઇસ જેટ, સાઉદી એરલાઇન્સ, એઇર ઇન્ડીયા સર્વિસ દ્વારા હાજીઓએ સફ રકરેલ જેમાં ર૮મી ઓગસ્ટના મદીનાથી પ્રથમ વિમાન રવાના થયું જે ૧પ મી સપ્ટેમ્બર સુધી ચાલતા જેમાં ર૩પ વિમાન દ્વારા ૭૮ હજાર હાજીઓ મદીનાથી સ્વદેશ આવતા કુલ પ૦૮ વિમાન દ્વારા  ૧ લાખ ૩૯૮રર હાજીઓ ઘરે પહોંચ્યા હતા.

ચાલુ વર્ષે દુનિયાભરના દેશોમાંથી ર૪ લાખ ૮૯ હજાર ૪૦૬ મુસ્લિમ ભાઇ-બ્હેનો હજ્જ પઢવા મક્કા-મદીના પહોંચેલ હતા જેમાં ૧ લાખ ૯૯ હજાર ૮રર હાજીઓ ભારતના હતા  કુલ ૧૬ર હજ્જ યાત્રિકોના વિવિધ રીતે અવસાન થયેલ છે જેમાં ૧૩૦ કમિટી ત્થા ૩ર યાત્રીકો ખાનગી ટુર્સના સામેલ છે.

વયોવૃદ્ધ હજ્જ યાત્રિકો....

આ તસ્વીર જોતા હરકોઇને સામાન્ય જ લાગે..આમ પણ હજ્જ વેળા આવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળે...પરંતુ તસ્વીરમાં નજરે પડતા બન્ને વ્યતિ ''વૃદ્ધ'' છે એ સ્પષ્ટ છે પણ વાસ્તવીકતા તો એ છે કે, બન્ને પિતા-પૂત્ર છે...અફઘાનિસ્તાનથી આ જોડી હજ્જ પઢવા આ વર્ષે આવેલ જેના ડાબી બાજુ ૧૦૧ વર્ષના વૃદ્ધ અને બાજુમાં ૮૪ વર્ષીય તેમના સુપુત્ર પોતાના પિતાને હજ્જ કરાવવા આવેલ તે નજરે પડેછ.ે જો કે આશ્ચર્ય તો એ છ ેકે, બન્ને પિતા-પુત્ર વૃદ્ધ હોવા છતા તંદુરસ્ત સંતુષ્ટ જોવા મળે છે. જયારે આજે સામાન્ય વ્યકિત અનેક ફરીયાદો કરતી હોય છે આ તસ્વીર સોશ્યલ મીડીયામાં પણ ખુબજ વાયરલ થઇ ચૂકી છે.

(3:36 pm IST)