Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ યથાવત રાખોઃ કમિશનમાં બહુ મોટો ફેરફાર છે : સમય પણ બગડશે : કુટુંબનું ભરણ પોષણનો સવાલ

રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસો.નું કલેકટરને આવેદનઃ મુદ્દાસર રજૂઆત : ભૂખમરાનો સામનો કરવો પડશે તેવી ચેતવણી..

રાજકોટ, તા.૧૯ : રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસો.એ કલેકટરને આવદન પાઠવી ફીઝકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ યથાવત રાખવા અંગે માંગણી કરી છે.

આવેદનમાં જણાવેલ કે, અમો શહેરમાં અલગ-અલગ જગ્યાએ ઘણાં વર્ષોથી સ્ટેમ્પ પેપરનું વેચાણ કરતા આવતા લાયસન્સદાર વેન્ડરો છીએ અને આજ દિવસ સુધી અમોએ સરકારશ્રીના નિયમ મુજબ સ્ટેમ્પ પેપરનું ખરીદ-વેચાણ કરીએ છીએ.

સમયઃ-

સ્ટેમ્પ વેન્ડર દ્વારા વેચાણ કરવામાં આવતા સ્ટેમ્પનો સમયગાળો અંદાજે ૧થી ર મીનોટોનો છે.

ઇ-સ્ટેમ્પીંગમાં સર્ટીફીકેટ લેવા માટે અરજદારએ સૌપ્રથમ તેનું નિયત નમુના મુજબનું ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરી ત્યારબાદ ઇ-સ્ટેમ્પીંગ બનાવવા માટે તેમાં ડેટા ફીલઅપ કર્યા બાદ તેનો પ્રિવ્યુ લઇ ત્યારબાદ તેની પ્રિન્ટીંગ દ્વારા અસલ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં અંદાજે ૧પ થી ર૦ મીનીટ જેટલો સમય લાગે છે.

વેચાણની પદ્ધતિઃ-

સ્ટેમ્પના વેચાણ રજીસ્ટર અને સ્ટોક રજીસ્ટર નિભાવવામાં આવે છે. જેમાં સમયનો ઘણો બચાવ થાય છે તેમજ તે નિભાવવું ઘણું જ સહેલુ છે. જે માત્ર એક વર્ષના નિભાવ માટે હોય છે ત્યારબાદ દર વર્ષના અંતે તમામ રેકર્ડ સરકારશ્રીમાં જમા કરાવવામાં આવે છે.

જયારે ઇ-સ્ટેમ્પીંગમાં સર્ટીફીકેટ લેવા આવનાર અરજદાર દ્વારા ભરવામાં આવતા ફોર્મ તેમજ રજીસ્ટર પાંચ વર્ષ સુધી નિભાવવાના રહે છે.

કમિશનઃ-

સરકારશ્રી દ્વારા સ્ટેમ્પ વેન્ડરોને ૧% થી ૩% સુધીનું કમિશનન ચૂકવવામાં આવે છે. જે કમિશનમાં અમો અમાર કુટુંબનું ભરણ પોષણ કરી શકીએ છીએ.

જયારે સરકારશ્રીની નવી ઇ-સ્ટેમ્પીંગની પદ્ધતિમાં અમોને માત્ર ૧પ પૈસાનું જ કમિશન ચૂકવવામાં આવશે. તેવી જાણકારી મળેલ છે. જેમાં કોમ્પ્યુટર સીસ્ટમ, પ્રિન્ટર, પ્રિન્ટીંગ ચાર્જીસ, ઇન્ટરનેટ કનેકશન, ઇલેકટ્રીક ચાર્જીસ, બેંક ચાર્જીસ જેવી આર્થિક નુકશાની તથા સમયનો વ્યય વધુ થાય તેમ છે. તે સંજોગોમાં આ સીસ્ટમ અમલમાં લાવવામાં આવે તો અમે સ્ટેમ્પ વેન્ડરોને તથા સીસ્ટમને પારાવાર નુકશાન જાય તેમ છે.

નાના દરના ઇ-સ્ટેમ્પીંગમાં સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં સ્ટેમ્પ વેન્ડરોને જે કમિશન ચૂકવવામાં આવશે તેના કરતા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટનો ખર્ચ ઘણો જ વારે અને અસહ્ય થાય તેમ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઇ આવે છે અને તેવું સ્ટોક હોલ્ડીંગ કચેરીના અધિકારીઓએ પણ મૌખિકમાં કબુલ કરેલ છે.

નવી સીસ્ટમ સાથે જુની સીસ્ટમ પણ અમલી રાખવા અંગેઃ-

સરકારશ્રી દ્વારા હાલ ઇ-સ્ટેમ્પીંગની નવી પદ્ધતિ અમલમાં આવનાર હોય અને વર્ષો જુની ફીઝીકલ સ્ટેમ્પ પેપરની પ્રથાનો અંત આવનાર હોય આ તબક્કે અમો સરકારશ્રીમાં રજૂઆત કરીએ છીએ કે નવી સીસ્ટમ સાથે જુની સીસ્ટમ ચાલુ રાખવામાં આવે તો સરકારશ્રીને પણ મહેસુલી આવક મળતી રહેશે.

સ્ટેમ્પના જથ્થા સબંધીઃ-

હાલ અમો સ્ટેમ્પ વેન્ડરો પાસે નાના દરના તથા મોટા દરના એમ મોટા જથ્થામાં સ્ટેમ્પનો સ્ટોક પડેલ હોય જેનું તા. ૧-૧૦-ર૦૧૯ બાદ વેચાણ ન થઇ શકતા. સરકારશ્રીમાં રીફંડ માટેની પ્રોસેસ કરવામાં આવે તેવું સરકારશ્રીનું તથ્ય સામે જો અમો વેન્ડરોને યોગ્ય સમય આપવામાં આવે તો અમો સ્ટેમ્પ વેન્ડરો પાસે રહેલ સ્ટેમ્પના જથ્થાનું વેચાણ કરીશું.

જો જુની ફીઝીકલ સ્ટેમ્પની પદ્ધતિ બંધ કરવામાં આવશે તો અમો તથા અમારા પરિવારને ભૂખ્યા રહેવાનો વારો આવશે. તેમજ અમોએ અમારા ધંધા માટે તથા સંતાનો માટે લીધેલ એજયુકેશન લોન તેમજ હાઉસીંગ લોન તથા અન્ય લોનના હપ્તાઓ ભરપાઇ કરવાના બાકી હોય તો આ તબક્કે ફીઝીકલ સ્ટેમ્પ વેચાણ ચાલુ રાખવામાં આવે તો જ તમામ સમસ્યાઓનું નિવારણ આવી શકે તેમ છે.

(3:35 pm IST)