Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મનોરંજન સાથે કસરત : શનિવારે રાજકોટમાં ઝુમ્બાનો માસ્ટર કલાસ

ફન વર્કઆઉટ સાથે ફીટનેશની નવી ટ્રીક : સર્ટીફાઇડ ઝીંગ ઋતુ ભોજાણી વર્ગ લેશે : 'અકિલા' મીડીયા સપોર્ટર : નામ નોંધણીને જોરદાર પ્રતિસાદ : નોંધાયેલા સભ્યો માટે પ્રવેશ મર્યાદીત રહેશે

રાજકોટ તા. ૧૯ : મનોરંજનનું મનોરંજન અને સાથે કસરતની કસરત થઇ જાય એવી કઇક નવી વિકસાવાયેલી પધ્ધતી એટલે 'ઝુમ્બા'. ચોમેર ક્રેઝી બની ચુકેલ આ ફીટનેશ બ્રાન્ડ 'ઝુમ્બા' નો માસ્ટર કલાસ આગામી તા. ૨૧ ના શનિવારે રાજકોટ ખાતે યોજાવા જઇ રહ્યો છે.

વિગતો વર્ણવતા ઝુમ્બાના સર્ટીફાઇડ ઝીંગ ઋતુ ભોજાણીએ જણાવેલ કે આ એકસરસાઇઝ માટેનો એવો વર્કશોપ હશે જેમાં કોઇપણ ઉંમરની વ્યકિત એટલે કે અબાલ વૃધ્ધ સૌકોઇ જોડાઇ શકશે.

અહીં ખાસ રીતે વિકસાવાયેલ મ્યુઝીકની સાથે સાથે એકસરસાઇઝ કરીને ફન વર્કઆઉટ સાથે ફીટનેશ મેળવી શકાય છે. તા. ૨૧ ના શનિવારે સાંજે પ.૩૦ થી ૭.૩૦ સુધી 'હોટલ સરાઝા', કોસ્મોપ્લેકસની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજીત આ ઝુમ્બા માસ્ટર કલાસ એટેન્ડ કરવા ભારે પ્રતિસાદ સાંપડયો છે.

જે લોકોના નામોનું રજીસ્ટ્રશન થઇ ચુકયુ છે. તેઓને જ આ કલાસમાં મર્યાર્દીત પ્રવેશ અપાશે.

'અકિલા' મીડીયા સપોર્ટર તરીકે તેમજ 'ગુજજુ ગેટ પ્રોડકશન' સહયોગમાં રહેશે. અન્ય સ્પોન્સરોની મદદ પણ લેવાઇ છે.

અહીં માહીતી આપતા ઋતુ ભોજાણીએ જણાવેલ કે મને નાનપણથી ડાન્સ ક્ષેત્રે રસ હતો. એક વખત ઝુમ્બાનો અનુભવ કરતા વેઇટ લોસની જાદુઇ અસર જોવા મળી અને મે પણ ઝુમ્બાને આત્માસાત કરી લીધુ. છેલ્લા દોઢેક વર્ષથી ઝુમ્બા ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપી રહી છે. રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં થયેલ માસ્ટર કલાસીસમાં જોડાઇ છુ. હવે અમે જાતે જ માસ્ટર કલાસ લેવા જઇ રહ્યા છીએ.

ઝુમ્બાના ફાયદા વર્ણવતા તેઓએ જણાવેલ કે ઝુમ્બા એ એવી એકસર સાઇઝ છે જેમાં મ્યુઝીક સાથે જોડાયેલુ હોય છે.  એટલે મનોરંજન કરતા કરતા આરોગ્યની સુખાકારી મેળવી શકાય તેવી આ પધ્ધતી છે. ઝુમ્બાથી કલાકમાં ૪૦૦ થી ૬૫૦ કેલરી બર્ન કરી શકાય છે. વળી આમાં ઉંમરનો કોઇ બાધ હોતો નથી, એટલે કોઇપણ વયના સ્ત્રી, પુરૂષ, બાળકો, વૃધ્ધો જોડાઇ શકે છે.

સમગ્ર ઝુમ્બા કલાસને સફળ બનાવવા ઝુમ્બા સર્ટીફાઇડ ઝીંગ ઋતુ ભોજાણી (મો.૯૩૧૬૨ ૯૭૧૪૪) અને કિંજલ પારેખ (મો.૯૭૨૭૨ ૫૦૭૦૫)ના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

તસ્વીરમાં ઝુમ્બા માસ્ટર કલાસ અંગેની વિગતો 'અકિલા' ખાતે વર્ણવી રહેલ ઝીંગ ઋતુ ભોજાણી, કિંજલ પારેખ, નીતીન વાઘેલા, કરન પૂજારા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:41 am IST)