Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘનાં ચેરમેન મગનભાઈ ઘોણીયાને ક્રિભકો દ્રારા 'રાષ્ટ્રિય સહકારીતા વિભુષણ એવોડ'

 રાજકોટઃ શ્રી રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંદ્યનાં ચેરમેન શ્રી મગનભાઈ ઘોણીયાનું ક્રિભકો દ્વારા    રાષ્ટ્રિય સહકારીતા વિભુષણ એવોર્ડ તેમજ રોકડ પુરસ્કાર દિલ્હી મુકામે સમગ્ર ભાકતના સહકારી આગેવાનોની હાજરીમાં એનાયત કરી બહુમાન કરવામાં આવેલ.

 ક્રિભકો દ્વારા સારાય ભારત દેશનાં સહકારી અગ્રણીઓનું દર વષે સન્માન કરવામાં આવે છે જૈના ભાગ રૂપે શ્રી મગનભાઈ ઘોણીયા કે છ- જેઓ શ્રી રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘ લિ. નાં છેલ્લા -૧૭ વષેથી બીન હરિફ ચેરમેન તરીકે ચુંટાઈ આવી સેવા બજાવે છે. આ ઉપરાંત નાની મોટી સહકારી સંસ્થાઓ તેમજ શ્રી રાજકોટ ડિસ્ટ્રી.કો.ઓપ.બેંક લિ.નાં રપ વર્ષથી, જિલ્લા સહકારી પ્રેસ તથા ગોડલ માર્કેટીંગ યાર્ડેનાં લાંબા સમયથી ડિરેકટર છે. સ્થાનિક શિવરાજગઢ ખેતિ- વિષયક મંડળીનાં ૨પ વર્ષથી પ્રમુખ છે તેમજ ગોડલ લેઉવા પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટી,શ્રી સરદાર પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ શૈક્ષણિક સંકુલોમાં શિક્ષણનું કાર્ય પ્રમુખની જવાબદારીથી નિભાવે છે.આ ઉપરાંત શ્રી કિશાન ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ—દેવચડીનાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી  રહેલ છે.

 દિલ્હી મુકામે સહકારીતા વિભુષણ એવોડ  ક્રિભકોનાં ચેરમેન શ્રી ચંદ્રપાલસિંહજી યાદવ, વાઈસ ચેરમેનશ્રી વાઘજીભાઈ બોડા, નાફેડના ચેરમેન શ્રી બ્રિજરાજસિંહજી તેમજ રાજકીય ક્ષેત્રનાં મહાનુંભાવોનાં હસ્તે બહુમાન સાથે એનાયત કરવામાં આવેલ.

 આ સબંધે ઈફકોનાં ડિરેકટરશ્રી જયેશભાઈ રાદડીયા, જી.એસ.સી.બેંક-અમદાવાદનાં ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ગુજકોમાસોલનાં ચેરમેન શ્રી દિલીપભાઈ સંદ્યાણી તેમજ ડિરેકટરશ્રી મગનભાઈ વડાવીયા, ગોંડલ વિસ્તારનાં માજી ધારાસભ્ય શ્રી જયરાજસિંહજી જાડેજા, જિલ્લા સહકારી સંઘના ચેરમેન તથા ગોડલ તાલુકાના આગેવાન શ્રી પ્રવિણભાઈ રૈયાણી, પોરબંદરનાં

સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક, ગોડલ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેનશ્રી ગોપાલભાઈ શીંગાળા,બેંકના એમ.ડી.શ્રી ઘનશ્યામભાઈ ખાટરીયા,કૃષિ બોર્ડનાં ડિરેકટચશ્રી અરવિંદ તાગડીયા,ગોડલ તાલુકા સંઘના ચેરમેનશ્રી કુરજીભાઈ ભાલાળા વગેરેએ શુભેચ્છા પાઠવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(11:39 am IST)