Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

BSNL યુનિયન ચૂંટણીઃ એમ્પલોઇઝ યુનિટન અને NFTEનો દેશ લેવલે વિજય..

પ્રથમ નંબરે એમ્પલોઇઝ યુનિયનઃ દેશ લેવલે ફુલ ૮૬ હજારથી વધુ મતો પડયા : અનેક યુનિયનો ફેંકાયાઃ કુલ ૧૮ યુનિયનો વચ્ચે ચૂંટણી યોજાઇ'તી..

રાજકોટ તા.૧૯: બીએસએનએલના વધુ મતદાન ધરાવતા ગૃપ સી અને ગૃપ ડી યુનિયમોમાંથી યુનિયન પસંદ કરવા ભારતભરના ૩૬ ટેલીકોમ સર્કલોમાં ચૂંટણી યોજાઇ હતી. ભારતભરના ૮૬૦૫૦ કર્મચારીઓએ મતદાન કર્યુ હતું. જેમાં ગુજરાતના ૮૯૪૨ અને રાજકોટના ૬૯૧ મતદારોએ મતદાન કર્ર્યુ હતુ. જેની દેશ લેવલે મતગણતરી થતા બીએસએનએલ એમ્પ્લોઇઝ યુનિયનને સૌથી વધુ ૪૮૧૨૭ (૪૩.૪૪ ટકા) મત મળ્યા હતા અને એ પ્રથમ ક્રમાંકે વિજેતા થયું હતું. અને બીજા ક્રમાંકે નેશનલ ફેડરેશન ઓફ ટેલીકોમ એમ્પ્લોઇઝ યુનિયનને ૩૯૧૩૨ (૩૫.૨૨ ટકા) મત મળ્યા હતા. આ બન્ને યુનિયનોને તમામ અગ્રહકક સાથે માન્યતા મળશે.જો કે આ બે પૈકી કોઇ એકને ૫૧ ટકા મત મળ્યા હોત તો એને જ માન્યતા મળત.

કર્મચારી આગેવાન અશોકભાઇ હિંડોચાના જણાવ્યા મુજબ એવી પ્રક્રિયા છે કે કુલ મતદાનના જે ૫૧ ટકા મત મેળવી જાય એને માન્યતા મળે છે. અને એ પછી ૫૧ ટકાથી નીચે પણ ૧૫ ટકાથી ઓછા મત ન હોય એવા યુનિયનને માન્યતા મળે છે. આ ચૂંટણીમાં ગૃપ સી અને ગૃપ ડીના કુલ ૧૮ યુનિયનોએ ઝુકાવ્યુ હતુ. જેમાં ઉપરોકત બન્ને યુનિયનને વધુ મત મળ્યા હતા કેટલાય યુનિયનોને પુરો એક ટકો પણ મત મળ્યા નથી. આ સ્પર્ધામાં ત્રજા ક્રમે ભારતીય ટેલીકોમ એમ્પ્લોઇઝ યુનિયનને ફકત ૪.૩૬ ટકા એટલેકે ૪૮૨૯ મત મળ્યા છે અને ચોથા ક્રમે ફેડરેશન ઓફ નેશનલ ટેલીકોમ ઓર્ગેનાઇઝેશનને ફકત ૩.૮૬ ટકા મત મળ્યા છે જે ૪૨૭૫ મત થાય છે. જયારે પ્રથમ ક્રમાંકે આવનારા બીએસએનએલ એમ્પ્લોઇઝ યુનિયનને ૪૩.૪૪ ટકા અને નેશનલ ફેડરેશન ઓફ ટેલીકોમ ફેડરેશનને ૩૫.૨૨ ટકા મત મળ્યા છે.

(11:38 am IST)