Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ખુશ્બુ ઓટો ફાયનાન્સના ચેક રિટર્ન કેસમાં આરોપીનો છુટકારો

રાજકોટ તા ૧૯  :  રાજકોટની ખુશ્બુ ઓટો ફાયનાન્સ લી. કંપની દ્વારા આરોપી રમેશગીરી ગોસ્વામી, રહે. ભાવનગર વાળા પર અતુલ ઓટો ની રીક્ષા પર લોન નો વ્યવહાર દર્શાવી ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે કેસ ચાલી જતા રાજકોટ કોર્ટે ચેક કાયદેસરના લેણા પેટે આપવામાં આવેલ હોય તેવું ફરિયાદી પુરવાર ન કરી શકેલ હોય, ફરીયાદી કંપની દ્વારા અધુરા દસ્તાવેજો રજુ કરવામાં આવેલ હોય, ફરીયાદી  દ્વારા પુરતી માહીતીઓ આપવામાં ન આવેલ હોય, રજુ રાખેલા હિસાબો વિશ્વાસનીય રીતે પુરવાર ન કરી શકેલ હોય, ફરીયાદી દ્વારા વર્ષો પહેલાના ચેકનો મિસયુઝ કરવામાં આવેલ હોય, આરોપીએ સફળતા પુર્વક ફરીયાદીનાએ લગાડેલ આરોપોનું ખંડન કરેલ હોય તેવા અનુમાન પર આવેલ અને આ રીતે મેરીટ મુજબ આરોપીને લાભ મળવો જોઇએ તેવા નિરાકરણ પર આવેલ, જે હકીકત ધ્યાને લઇ રાજકોટના બીજા એડી. સીની. સિવિલ જજ અને એ.સી.જે.એમ. આર.એસ. રાજપૂતશ્રીએ આરોપી રમેશગીરીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

હાલના કામમાં આરોપી રમેશગીરી તરફે એડવોકેટ કમલ એન. કવૈયા, વીરલ એચ. રાવલ, અને કનકસિંહ ડી. ચોૈહાણ એ મળેલ સતાને આધારે કાર્યવાહીઓ કરેલ.

(11:36 am IST)