Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ટ્રાફિકના નિયમોમાં આંશિક રાહત: રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી કરી ઉજવણી

ત્રણ દિવસ સુધી લડતની જાહેરાત કરતા સરકાર ગભરાઈ

રાજકોટ : રાજ્ય સરકારે ટ્રાફિકના નિયમોની અમલવારીની મુદ્દત વધારતા રાજકોટમાં કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ તેમની જીત છે. કારણ કે ટ્રાફિકના મુદ્દે ત્રણ દિવસ સુધી લડતની જાહેરાત કરતા સરકાર ગભરાઈ હતી.અને ટ્રાફિકના નિયમોની અમલવારીની મુદ્દત વધારી હતી.

   કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત ચોક ખાતે ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી. આ સાથે કોંગ્રેસે ત્રણ દિવસ સુધી યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનને પણ મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.

(11:43 am IST)