Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

યુ.કે.ના ડોકટરને ભરણપોષણની નોટીસની બજવણી કુરીયર મારફત થવા છતાં ગેરકાયદેસર રહેતા તબીબ સામે ભરણપોષણની કાર્યવાહી એક તરફી ચલાવવાનો હુકમ

રાજકોટ,તા.૧૮: રાજકોટના રહીસ હીનાબેન રાજેશભાઈ જોટંગીયાના લગ્ન યુ.કે.ના રહેવાસી ડો.રાજેશ ઉર્ફે રાજાભાઈ હીંમતભાઈ જોટંગીયા સાથે રાજકોટ ખાતે થયેલા અને લાલપુર (જી.જામનગર) ખાતે લગ્ન જીવનના હક્કો પુરા કરવા તેઓના રહેણાંકના મકાને ગયેલા ત્યાં સાસુ- સસરા સાથે સંયુકત કુટુંબમાં રહેતા પરંતુ સાસરીયા પક્ષના સભ્યોએ તેણીની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત સમાન કૃત્ય કરી વિદેશ ભાગી ગયેલ અને વિદેશથી છુટાછેડાની માંગણી કરવા લાગેલ અને તેણીના ભરણપોષણની કોઈ વ્યવસ્થા કરેલ નહી હોવાનું હીનાબેન જોટંગીયા જણાવે છે. તેમના કહેવા મુજબ અમો મહીલાએ રાજકોટના મહીલા પોલીસ સ્ટેશન સાસરીયા પક્ષના સભ્યો સામે સ્ત્રી અત્યાચારના ગુન્હાની ફરીયાદ થતા છેલ્લા બે વર્ષથી આરોપીઓ (૧) પતિ- ડોકટર રાજેશ ઉર્ફે રાજા હીંમતભાઈ જોટંગીયા, (૨) સસરા- હીમતભાઈ સુંદરજીભાઈ જોટંગીયા, (૩) સાસુ- સરલાબેન હીંમતભાઈ જોટંગીયા જેઓ છેલ્લા બે વર્ષથી નાશતા ભાગતા ફરે છે.

મહીલા ફરીયાદી આ પ્રશ્ન સબંધે મુખ્યમંત્રીશ્રીના ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં (સ્ટેટ સ્વાગત)માં અન્યાય સબંધે રજુઆત કરતા તેઓ દ્વારા રાજકોટ શહેરના પોલીસ કમીશ્નરશ્રીને સત્વરે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ.

મહીલા અરજદારે બે વર્ષથી તેના પતિ ફરાર થયેલ હોય ભરણપોષણની કોઈ વ્યવસ્થા કરેલ ન હોય જેથી તેણીએ તેના પતિના હોદા અનુસાર રૂ.૧લાખ માસીક ભરણપોષણની માંગણી કરેલી કારણ કે તેના પતિ વિદેશમાં તેની માલીકીનું કલીનીક ધરાવે છે. તેમજ ખુબજ સારી પ્રેકટીશ કરતા હોય અને સ્થાવર અને જંગમ મીલ્કો ધરાવતા હોય જેથી તે મુજબ જીવવા તેણીને અધિકારી હોય માંગણી કરેલી.

આ કામના તેણીના પતિ દ્વારા સમન્સની બજવણી ટાળતા હોવાથી મહીલાએ ફેમીલી અદાલત સમક્ષ સમન્સની બજવણી કુરીયર મારફત બજવવાની માંગણી કરેલી જે માંગણી મંજુર થતા જે મુજબ સમન્સ મોકલવામાં આવેલ પરંતુ તેણીના પતિએ હાજર રહેવાની દરકાર નહી કરતા જેથી રાજકોટના મહે.ફેમીલી જજશ્રી બુધ્ધભટ્ટીએ આ કાર્યવાહી એકતરફી ચલાવવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં હિનાબેનના એડવોકેટ દરજજે લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદ્રકાંતત એમ.દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી, પાર્થ પી.ચૌહાણ રોકાયેલા હતા.

(4:01 pm IST)