Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સ્વચ્છતા અભિયાન ચિંથરે હાલ...: પુર્વ મેયર અને વર્તમાન ચેરમેનનો વોર્ડ ગંદકીથી ખદબદે છે

રાજકોટ : શહેરમાં મ્યુ.કોર્પોરેશનનાં શાસકો દ્વારા છાસવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરી ફોટાઓ પડાઇ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનાં પ્રયાસો કરે છે. હાલમાં પણ શહેરમાં '' વન-ડે-થ્રી-વોર્ડ'' સ્વચ્છતા અભિયાન ચાલુ છે. ત્યારે ખુદ પુર્વ મેયર એટલે કે ડો. જૈમન ઉપાધ્યાય અને વર્તમાન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ જે વોર્ડમાંથી ચૂંટાયા છે તે વોર્ડનં. ૧૪ ભયંકર ગંદકીથી ખદબદી રહયો છે. જેનો પર્દાફાશ કરતી આ તસ્વીરો. વોર્ડ નં. ૧૪નાં હાર્દસમા લાલુડી વોંકળીની છે. અહીં પુર્વ મેયર રક્ષાબેન બોળીયાનું નિવાસસ્થાન પણ છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખુલ્લેઆમ ગંદકી ઠલવાઇ રહી છે. જેનાં કારણે હવે અહીં ડમ્પીંગ યાર્ડ જેવાં ગંદકીનાં ગંજ ખડકાઇ ગયા છે જે તસ્વીરમાં દર્શાય છે. આમ ખુદ કોર્પોરેટરનાં પદાધિકારીઓનાં વોર્ડમાંજ સ્વચ્છતા અભિયાનના ચિંથરે હાલ હોવાની ચર્ચા લોકોમાં જાગી છે. ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક સફાઇ કરાવી દવા છંટકાવ કરાવવા ઉગ્ર લોક માંગ ઉઠવા પામી છે.

(4:01 pm IST)