Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

તાજીયા જ્યાં ફરશે એ રસ્તાઓ બે દિવસ સુધી બંધ રહેશેઃ જાહેરનામુ

૨૦મીએ સાંજના છ થી ૨૧ના સવારના ૬ સુધી તથા ૨૧ના બપોરના ૧૨થી રાત્રીના ૧૨ સુધી સાઇકલ સહિતના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

રાજકોટ તા. ૧૯: શહેરમાં મહોર્રમ નિમીતે તા. ૨૦ તથા ૨૧ના રોજ તાજીયા ફરનાર હોઇ તે અંતર્ગત અમુક રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ રહેશે. આ અંગેનું જાહેરનામુ પોલીસે કમિશ્નર મનોજ અગ્રવાલે બહાર પાડ્યું છે.

તા. ૨૦ના સાંજે ૬ થી તા. ૨૧ના સવારના ૬ અને તા. ૨૧ના બપોરના ૧૨થી રાત્રીના ૧૨ સુધી જે રસ્તાઓ બંધ રહેશે તેની યાદી આ મુજબ છે. સોરઠીયા વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોકથી રામનાથપરા રોડથી રામનાથપરા ગરબી ચોકથી કોઠારીયા નાકા પોલીસ ચોકી સુધી, કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ થઇ ગુંદાવાડી પોલીસ ચોકીથી કેનાલ રોડ થઇ જીલ્લા ગાર્ડન ચોકથી સોરઠીયા વે બ્રીજ સુધી, સોની બજાર રોડ કે જે કોઠારીયા પોલીસ ચોકીથી દરબારગઢ સુધી છે તે, ગુજરી બજાર એ-વન હોટેલ ચોકથી કોઠારીયા ચોકી સુધી, ભૂપેન્દ્ર રોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે છે ત્યાં સુધી તથા ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથપરા પોલીસ લાઇનના ઝાંપા સુધીના રસ્તાઓ બંધ રહેશે.

આ રસ્તાઓ પર સાઇકલ સહિતના તમામ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનોને આકસ્મિક સંજોગોમાં આ જાહેરનામુ લાગુ પડશે નહિ. ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.

(4:00 pm IST)