Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

દુંદાળાદેવને સવા પાંચ કિલોનો કેક - છપ્પનભોગ : કુ. પલક દ્વારા ગણેશ સ્તુતિની કૃતિ : ગુરૂવારે વિસર્જન

રાજકોટ : સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર - ૫માં બિરાજમાન ગ્રીન સીટી કલબ આયોજીત ગણેશોત્સવમાં ગઈકાલે છપ્પનભોગના દર્શનનો કાર્યક્રમ ઉજવાયો હતો. તેમજ લતાવાસીઓ ઘરે ઘરેથી અવનવી વાનગીઓ બનાવી લાવ્યા હતા. તેમજ આયોજકો દ્વારા પણ ડ્રાયફ્રૂટ, કોલ્ડ્રીંકસ તેમજ સવા પાંચ કિલોની ગણેશ ભગવાનની કેક બનાવડાવી છપ્પનભોગની ગોઠવણી કરી હતી. કુ. પલક સુનિલભાઈ બાબરીયાએ ગણેશ સ્તુતિનું ભારત નાટ્યમ કલા દ્વારા કૃતિ રજૂ કરી હતી. સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતીમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય તેમજ વોર્ડ નં.૧૦ના હોદ્દેદારોએ હાજરી આપી હતી. શુક્રવારે તા.૨૧ના સવારે ૯:૩૦ કલાકે પૂજન - અર્ચન બાદ ગણપતિદાદાનું વિસર્જન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શશીભાઈ બાટવીયા, દિપકભાઈ શાપરીયા, સુનિલભાઈ બાબરીયા, અજયસિંહ વાઘેલા, વિજયભાઈ ચૌહાણ, ભાર્ગવ બાબરીયા, અંકુર શાપરીયા, કાંતિકાકા, પાંચીયાભાઈ, ચપલાભાઈ તેમજ સૌથી નાનકડો કાર્યકર દક્ષ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૮)

(4:00 pm IST)