Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વિમલનગરમાં પેવિંગ બ્લોકના પ્રારંભઃ ખાતમુર્હુત

 રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૦ ના કોંગી કોર્પોરેટર મનસુખ કાલરીયાની ગ્રાન્ટમાંથી વિમલનગર-ર, રંગોલી બેલેઝા વિસ્તાર આસપાસ પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો ભરતભાઇ મહેતા તથા વર્ષાબેન મેઘાણીના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનીક અગ્રણીઓ સર્વશ્રી ચીરાગભાઇ માંડવીયા, દિપકભાઇ ડોડીયા, અરવિંદભાઇ મેઘપરા,શૈલેષભાઇ ધકાણ, જીતુભાઇ ભડાણીયા, રાજુભાઇ સેજાણી, કાન્તીભાઇ ચાંગેલા, વસંતભાઇ દુદાણી, જગદીશભાઇ શેઠ, રતીભાઇ દુદાણી, સૌમીલભાઇ મહેતા, વલ્લભભાઇ ફડદુ, શીલાબેન ભડાણીયા, દક્ષાબેન બુટાણી, ગીતાબેન મહેતા, સ્વાતિબેન  પટોડીયા, ઇન્દુબેન આસોડીયા, મધુરીકાબેન રાવલ, મીનાબેન ચીકાણી, જીજ્ઞાબેન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આતકે સ્થાનિકોએ આસપાસના અનિયમિત સફાઇ, ગંદકી, તથા રોગચાળા બાબતે કોર્પોરેટર સમક્ષ રજુઆત કરી હત. જે અંગે કોર્પોરેટર મનસુખ કાલરીયાએ મનપાના લગત અધિકારીઓને જરૂરી સુચનો સાથે ધ્યાન દોરેલ છ.ે

(3:59 pm IST)