Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

હારે મહાદેવાના બેટા તમે દેવા, એકદંતવાળા ગજાનંદ દેવા

દશેય આંગળીએ દાદાનું પૂજન અર્ચન કરવામાં ભકતો ઓળઘોળ : મહાઆરતી સત્સંગ અને સાંસ્કૃતિ કાર્યક્રમોમાં ઉમટતા ધર્મપ્રેમીજનો

રાજકોટ તા. ૧૯ : ગણપતિની ભકિતમાં રસતરબોળ થયેલ રાજકોટના ચોકે ચોકે સાંજ પડેને ધૂપની ધૂમ્રશેરી પ્રસરી ઉઠે છે. દરરોજ મહાઆરતીમાં લોકો બહોળી સંખ્યામાં દર્શન પ્રસાદનો લાભ લઇ રહ્યા છે. આજે ગણેશ મહોત્સવનો સાતમો દિવસ છે. અંતિમ ચરણ તરફ આગળ વધી રહેલ ગણેશ મહોત્સવ અંતર્ગત વિવિધ સ્થળોએ આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ગોલ્ડ કોઇન કા રાજાના આંગણે સંત પૂનિતના ભજનો ગુંજયા

પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા તાજેતમરમાં ગોલ્ડ કોઇન સોસાયટીમાં બિરાજતા ગણેશજીના સાનિધ્યમાં ભજન સંતવાણીના સૂર રેલાવવામાં આવ્યા હતા. જયેશભાઇ નથવાણી, બિહારીભાઇ ભોજાણી, સંજય ગેરા, મહેન્દ્રભાઇ માંડલીયા, ભરતભાઇ ગોંડલીયા, સુંદરલાલ પાંઉ, ભીખુભાઇ કારેલીયા, વિજયભાઇ રાચ્છ, સંગીતાબેન સુચક, મનુભાઇ પરસાણા, દેવાંગભાઇ જાની, અમૃતલાલ મકવાણા, ચંપકભાઇ બુધ્ધદેવ, મહેન્દ્રભાઇ લાખાણી, રાજુભાઇ બુધ્ધદેવ, દિપકભાઇ જોબનપુત્રા, બાબુભાઇ પેંડાવાળા વગેરે ઉપસ્થિત રહેલ.

પવનપુત્ર ચોક કા રાજા

સોરઠીયાવાડીમાં બગીચા સામે પવનપુત્ર ચોકમાં બિરાજતા 'પવનપુત્ર ચોક કા રાજા'ના સાનિધ્યમાં દરરોજ પૂજન આરતી સહીતના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આત્મીય યુવક મંડળના પ્રમુખ પવન સુતરીયાના નેતૃત્વમાં સંજયભાઇ ભંડેરી, નીતીનભાઇ સાવલીયા, ભારવ કોરાટ, પ્રશાંત ભટ્ટ, ધવલ પરસાણા, હિતેષ કાકડીયા સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.  ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

(3:59 pm IST)