Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સિવીલ હોસ્પિટલનું આંગણું ગણેશ ભકિતથી થયુ પાવનઃ ડોકટર નર્સીગ સ્ટાફ દ્વારા પૂજન આરતી ઉજવણી

રાજકોટઃ અહિં પી.ડી.યુ. સરકારી સિવીલ હોસ્પિટલ  ખાતે છેલ્લા છ દિવસ થયા ડોકટર-નર્સીગ સ્ટાફ-સહિત નાના મોટા કર્મચારીઓ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી ધામધુમથી થઇ રહી છે. દરરોજ મહાઆરતી-મહાપ્રસાદીનું આયોજન થાય છે. છપ્પનભોગ ધરવામાં આવેલ જેમાં તમામ પ્રકારની મીઠાઇઓ હતી. અનેક લોકો દર્શનાર્થે આવે છે. આજે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી- પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય નિલેશભાઇ ખૂંટ - સિવીલ હોસ્પિટલ કાઉન્સેલર જયંતભાઇ ઠાકર- સમસ્ત બ્રહ્મ સમાજનાં અગ્રણી હિતેષભાઇ જોષી-સહિત મહાઆરતીમાં જોડાયા હતાં. સમગ્ર આયોજન વ્યવસ્થા રાજકોટ પી.ડી.યુ. સરકારી સિવીલ હોસ્પિટલના મુખ્ય અધિક્ષક ડો.મનીષભાઇ મહેતા તથા તેમની ડોકટર્સ અને નર્સીગ હોમ સંભાળી રહી છે. સૌ કોઇ શહેરીજનોને દર્શનાર્થે પધારવા આમંત્રણ પાઠવાયુ છે.(૨૩.૧૦)

 

(4:33 pm IST)