Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પર્યુષણ પર્વ દરમ્યાન ભાભા પરિવાર દ્વારા જીવદયા કાર્ય

કાયમી આવકવાળી મિલ્કત ગૌ શાળાને આપી

રાજકોટ,તા.૧૯: જૈનોમાં ચાલતા પર્યુષણ પર્વ દરમ્યાન અબોલ જીવો માટે જીવદયાનું ઉચ્ચ કોટીનું કાર્ય કરવામાં આવતુ હોય છે. શ્રી જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભાભા પરિવાર સમક્ષ ટહેલ નાખતા જે બાબતની ગંભીરપણે નોંધ લઈ સ્વ.શ્રી હરીલાલ લક્ષ્મીચંદ મહેતા તથા ગં.સ્વ.મધુબેન હીરાલાલ મહેતાનાં આત્મશ્રેયાર્થે મગનલાલ લક્ષ્મીચંદ મહેતા પરિવારને જીવદયાનું ઉચ્ચ કોટીનું કાર્ય કરવાનું મન થતાં પરિવારના સભ્યોએ ચર્ચા કરી ભાભા પરિવારનાં સભ્યો ભરતકુમાર મગનલાલ મહેતા, પ્રવિણાબેન ભરતકુમાર મહેતા, કોમલબેન પારસકુમાર મહેતા, સલોની દુશ્યંતકુમાર મહેતાએ તેમની અંગત માલીકીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને કાયમી ભાડે આપેલ માસિક ભાડાની આવકવાળી મીલકત કે જે નાગેશ્વર વિસ્તારમાં શાલીભદ્ર- ૨માં આવેલ દુકાનો શ્રી જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ મુ.લાતીપર, તા.ધ્રોલ સંચાલીત લક્ષ્મીચંદ જેઠાલાલ મહેતા પરિવાર ગૌ શાળાને કાયમી રજીસ્ટર્ડ બક્ષીસ દસ્તાવેજથી બક્ષીસ આપી દીધેલ છે.

પરિવારના સભ્યો રાજેશકુમાર મગનલાલ મહેતા, મનીષાબેન રાજેશકુમાર મહેતા, પારસ ભરતકુમાર મહેતા તથા દુશ્યંત ભરતકુમાર મહેતાએ હર્ષોલ્લાસથી સહમતી આપેલ. જૈનેના મહાપર્વ પર્યુષણ પર્વ દરમ્યાન શ્રી જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્ટ લતીપરને સ્થાવર મિલ્કત બક્ષીસમાં મળેલ હોય ટ્રસ્ટ તથા લતિપર સમસ્ત ગામે ભાભા પરિવાર તેમજ જૈન સમાજનો આભાર માન્યો હતો.(૩૦.૭)

(3:56 pm IST)