Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રેલ્વે મઝદૂર સંઘ દ્વારા ધરણા - વિરોધ પ્રદર્શન

રાજકોટ :  રેલ્વેમેનને પગાર વધારા, નવી પેન્શન સ્કીમ, સુપરવાઈઝરોને પગારમાં વધારો, કારીગરોને હાર્ડશીપ એલાઉન્સ, સુરક્ષા કેટેગરીમાં ભરતી, રેલ્વેનું ખાનગીકરણ અટકાવવા સહિત ૧૦ માંગણીઓ સાથે વેર્સ્ટન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા આજરોજ દેશભરમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટના સુરેન્દ્રનગર રેલ્વેે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરવામાં આવેલ. તેમ હિરેનભાઈ મહેતાની યાદીમાં જણાવાયુ છે.(૩૭.૨૦)

 

(3:56 pm IST)