Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

શહેરમાં છેલ્લા ૮ દિ'માં રર૮ સ્થળોએ મચ્છરોનું તા તા થૈ...: પ૦ હજારનો દંડ

મેલેરીયા વિભાગ દ્વારા છેલ્લા સપ્તાહમાં હોસ્પીટલ, બાંધકામ, શૈક્ષણીક સંકુલ, સરકારી કચેરી સહીતના ૩૩૬ સ્થળોએ મચ્છર ઉત્પતી અંગે ચેકીંગઃ  આજે ૧પ૦ ફુટ રોડના સરદારનગર, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ઝુંબેશ

રાજકોટ,તા.,૧૯: શહેરમાં દોઢ મહિનાથી ડેન્ગ્યુંના મચ્છરો આતંક મચાવી રહ્યા છે અને આ જીવલેણ તાવે  ચાર-ચાર લોકોનો ભોગ પણ લીધો છે. ત્યારે છેલ્લા પંદર દિ'થી મ્યુનિ.કોર્પોરેશનના મેલેરીયા વિભાગ દ્વારા સરકારી કચેરી-શૈક્ષણીક સંસ્થા, હોસ્પિટલો અને રહેણાંક સહિતનાં ૩૩૬ સ્થળોએ મચ્છર ઉત્પતીનું ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં ૨૨૩ સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતા તેઓને ે નોટીસ પાઠવી રૂા.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આજે શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ, જીવરાજ પાર્ક પરની બાંધકામ સાઇટ, ગોંડલ રોડ પર શો રૂમ સહિતનાં સ્થળોએ ચેકીંગ કરી મચ્છરોના પોરા જોવા મળતા વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.

 આ અંગે મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય શાખાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ જુદી-જુદી ટીમો દ્વારા   શહેરનાં વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ મચ્છરો  ઉત્પતિ અંગે ચેકીંગ કરવામાં  આવી રહ્યુ છે.

માનવ સમુહ વધુ સંખ્યા એકત્રીત હોય તેવી પ્રિમાઇસીસમાં લોકોને આ થવાનું વધુ જોખમ રહેલ છે. આથી આરોગ્ય શાખા દ્વારા આવી પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતી સબબ ખાસ ચેકીંગ અભિયાન હાથ ધરે છે. આ ચેકીંગ અભિયાન સંદર્ભે ગત સપ્તાહ દરમ્યાન કુલ રર૩ આસામીને મચ્છર ઉત્પતી સબબ નોટીસ અને રૂા. ૪૯,૯૦૦ વહીવટી ચાર્જ વસુલાત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. તેમજ મેલેરીયા વિભાગ દ્વારા આજે શહેરના અક્ષર ડેવલોપર્સ ૧પ૦ ફુટ રીંગ રોડ (બાંધકામ સાઇટ) કસ્તુરીકાચા-જીવરાજ પાર્ક (બાંધકામ સાઇટ), રંગાણી હોસ્પીટલ-૧પ૦ ફુટ રીંગ રોડ (બાંધકામ સાઇટ) પાર્ક એવન્યુ (બાંધકામ સાઇટ) પંચ ટાવર બાંધકામ સાઇટ -નાનામોવા રોડ (બાંધકામ સાઇટ) રેનોલટ શ રૂમ -ગોંડલ રોડ, સરદારનગર શેરી નં. ૪ પરની બાંધકામ સાઇટ મચ્છર ઉત્પતી સબબ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.  ચાલુ વર્ષ દરમિયાન રહેણાંક અને કોમર્શીયલ વિસ્તારમાં કુલ પ૦૯૬ આસામીને મચ્છર ઉત્પતી સબબ નોટીસ અને કુલ રૂ ૩,૮૩,૭૦૦ વહીવટી ચાર્જ વસુલાત કરેલ છે તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે. (૪.૧૪)

(3:54 pm IST)