Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સદર વિસ્તારના તાજીયાના રૂટ, પંજાસવારીની માહિતી

સદર વિસ્તારના તાજીયા કમિટીના પ્રુમખ તરીકે હબીબભાઈ ગનિબાપુ કટારીયાની નિમણુંક: સદર વિસ્તારના તાજીયા ૧૦૦ટકા હિન્દુ વિસ્તારમાં વર્ષોથી ફરે છેઃ હિન્દુ ભાઈ- બહેનો જયારે તાજીયો વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે હિન્દુ ભાઈ- બહેનો રોડ ઉપર પાણીનો છંટકાવ કરી રોડને ચોખ્ખો બનાવે છે આ વર્ષોની પરંપરા છે

રાજકોટ,તા.૧૯: અહિંના સદર વિસ્તારમાં બનતા તાજીયા પોતાના રૂટ મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાઈનદોરીમાં તાજીયાઓનો રૂટ ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસ.બી.એસ.બેંક, જયુબેલી ચોક, હરીહર ચોક, સદર મેઈન રોડ થઈ ફુલછાબ ચોકમાં થઈને પોત પોતાના માતમમાં જશે. એજ રીતે બીજા દિવસે પણ રૂટમાં તાજીયાઓ ફરશે અને રાત્રીના ૧ વાગ્યે ફૂલછાબ ચોકમાં ભેગા થશે અને ત્યાં ઠંડા થશે.

પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા અને મહામંત્રી એઝાઝબાપુ બુખારીએ વિસ્તારવાઈઝ તાજીયાની જવાબદારી સોંપતા સદર ખાટકીવાસ તાજીયાના મુંજાવર હાજી હુસેનભાઈ માંડરીયા, સદર મિત્ર મંડળ તાજીયાના મુંજાવર મોહનભાઈ સોઢા, રતિભાઈ બુંદેલા, સદર કચ્છી શેરી દુલદુલના જાફરભાઈ બાવાણી, આરીફભાઈ સોદાગર, બ્રહ્મસમાજ નુરાનીપરા તાજીયાના મુંજાવર ઈકબાલબાપુ  બુખારી, નહેરૂનગર તાજીયાના મુંજાવર બસીરબાપુ બુખારી, એજાઝબાપુ બુખારી, વૈશાલીનગર તાજીયાના મુંજાવર આશીફભાઈ પાધરસી, ગવલીવાડ તાજીયાના મુંજાવર ઈરફાનભાઈ ઠેબા, હનુમાન મઢી તાજીયાના મુંજાવર શબ્બીરભાઈ કુવાડીયા, બ્રહ્મસમાજ તાજીયાના મુંજાવર અમીનભાઈ થાનાણી, નહેરૂનગર-૩ તાજીયાના મુંજાવર સુરજભાઈ નારેજા, સુભાષ નગર-૮ તાજીયાના મુંજાવર પરવેઝભાઈ કુરેશી, સુભાષનગર-૧૦ તાજીયાના મુંજાવર મેરાજભાઈ વિધાણી, સુભાષનગર શેરીનં-૧૦ દુલદુલના મુંજાવર અકીબભાઈ મામટી, નાણાવટી ચોક તાજીયાના મુંજાવર દાઉદભાઈ સુમરા, જાકીરભાઈ શેખ, રૈયાવાળા તાજીયાના મુંજાવર અમીનબાપુ.

આમ, સદર વિસ્તારમાં ૧૫- તાજીયા, ૩- જાફર અખાડા, નાની- મોટી ૮-ડોલીઓ વિગેરેની જવાબદારી ઉપર મુજબ સોંપવામાં આવેલ છે. તેમ હબીબભાઈ ગનીબાપુ કટારીયા (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯) અને એઝાઝબાપુની સંયુકત યાદી જણાવે છે.(૩૦.૬)

(3:49 pm IST)