Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

૨૫મીથી કેસરિયાવાડીમાં શાસ્ત્રી કૃષ્ણકાંતભાઈ ત્રિવેદીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ

પઢારીયા પરિવાર દ્વારા આસ્થાભેર આયોજનઃ વિવિધ પ્રસંગો ઉજવાશર

રાજકોટ તા,૧૯ : આગામી તા;૨૫ને મંગળવારથી કેસરિયા લોહાણા મહાજન વાડીમાં પઢારીયા પરિવાર દ્વારા પિતૃદેવોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આસ્થાભેર આયોજન થયેલ છે કથાના વ્યાસાસને સુપ્રસિદ્ઘ કથાકાર શાસ્ત્રી કૃષ્ણકાંતભાઈ ત્રિવેદી બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

સવારે ૯-૩૦ થી બપોરે ૧૨-૩૦ અને બપોરે ૩-૩૦થી ૬-૩૦ દરમિયાન આયોજિત કથાની પોથીજી યાત્રા તા;૧૯દ્ગચ બુધવારે સવારે ૯ વાગ્યે રામવાડી રામજી મંદિર ૩ કરંપરાથી કથા સ્થળે પહોંચશે તા;૨૦ને ગુરૂવારે સાંજે કપિલ પ્રાગટ્ય અને શુક્રવારે સાંજે ૬-૩૦ વાગ્યે નૃસિંહ પ્રાગટ્ય ઉજવાશે.

શનિવારે બપોરે ૧૨ વાગ્યે વામન પ્રાગટ્ય અને સાંજે ૫ વાગ્યે રામ પ્રાગટ્ય તેમજ સાંજે ૫-૩૦ કલાકે કૃષ્ણજન્મ નંદ મહોત્સવ ઉજવાશે જયારે રવિવારે સાંજે ૬ વાગ્યે ગોવર્ધન ઉત્સવ અને રાસલીલા થશે સોમવારે સાંજે ૫-૩૦ કલાકે કૃષ્ણ રૂક્ષમણી વિવાહ અને તા;૨૫દ્ગચ મંગળવારે સાંજે ૫ વાગ્યે પરીક્ષિત મોક્ષ બાદ કથા વિરામ પામશે.

(2:47 pm IST)