Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જૈન વિઝન દ્વારા નવરાત્રી મહોત્સવઃ પ્રથમ વખત આયોજન

ટોપ ૨૦ જૈન આગેવાનો, ૧૦૮ યુવાનો અને ૧૦૮ મહિલાઓની ટીમ કાર્યરત :જૈન સમાજની બહેનો- દીકરીઓને ફ્રી સિઝન પાસઃ દરરોજ અલગ- અલગ ઈનામો

રાજકોટ,તા.૧૮: જૈન વિઝન દ્વારા આ વખતે પ્રથમ વખત નવરાત્ર મહોત્સવ- ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ૧૦૮ બહેનો અને ૧૦૮ ભાઈઓની ટીમ કામે લાગી ગઈ છે. સૌ પ્રથમ વખત જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે. શહેરના રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ પાસેના મેદાનમાં તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન યોજનારા આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.

છેલ્લા પાંચ વર્ષની 'આવો રે આવો મહાવીર નામ લઈએ' જેવા કાર્યક્રમો ઉપરાંત સમાજ ઉપયોગી કાર્યો કરનાર સંસ્થા જૈન વિઝન દ્વારા પ્રથમ વખત આયોજીત નવરાત્રી મહોત્સવમાં બહેનોને વિનામૂલ્યે સિઝન પાસ આપવામાં આવશે. છેલ્લા ૨૦ વર્ષનો રાસોત્સવનો બહોળો અનુભવ ધરાવતાં આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ નવરાત્રમાં સીઝન પાસ કઢાવનાર બહેનોને આકર્ષક ગીફટ, નવરાત્રી દરમિયાન ત્રણ કલાક રાસ રમનાર ૧૦ મહિલા ખેલૈયાઓને દરરોજ લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીની, વિજેતા થનાર ખેલૈયા (પ્રિન્સ- પ્રિન્સેસ)ને દરરોજ સોના મહોરથી નવાજવામાં આવશે, જોવાના પાસ ફ્રી તેમાં પણ દરરોજ લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીની અપાશે, નવરાત્રી દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં ૮ વાગ્યે પ્રથમ ૫૧ ખેલૈયા વચ્ચે લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઈનલમાં વિજેતા થનાર પ્રિન્સ- પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તથા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ- અલગ થીમ બેઈઝ કોમ્પિટિશનમાં ઈનામો, દૂરથી રાસ રમતા સ્વજનોને નજીકથી નિહાળવા એલઈડી એચ.ડી.સ્ક્રીન, સ્ટેડિયમ ટાઈપ બેઠક વ્યવસ્થા, રાજકોટમાં આઠ સ્થળોએ ફ્રી રાસ માટે કોચિંગ કેમ્પની વ્યવસ્થા, જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઈનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણ અપાશે, વીવીઆઈપી સ્પોન્સર માટે ગજીબો- ખાસ એટેડન્સ સર્વિસ સાથે, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, હાઈ ફાઈ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન  સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ સાથે કેટરિંગની કેન્ટિન વ્યવસ્થા કરાશે.

આ નવરાત્રી મહોત્સવમાં ૩૫ વર્ષ સુધીની વય ધરાવતી બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે જયારે જેન્ટ્સ સીઝન પાસના ૪૦૦ રૂ. અને સ્ટુડન્ટ પાસના ૨૦૦ રૂ. થશે. સીઝન પાસ મેળવવા માટે જૈન હોવાનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ઓળખકાર્ડ આપવામાં આવશે.

વધુ વિગત માટે ૨૦૧- ગાયત્રી ચેમ્બર, પી.પી.ફૂલવાળા સામે, ડો.યાજ્ઞિક રોડનો અથવા મો.૯૮૨૪૨ ૯૪૫૩૧, ૯૩૨૮૮ ૪૪૦૫૫નો સંપર્ક કરવાનો રહેશે. એક જ મેદાનમાં બહેન- દીકરી, સાસુ- વહુ ગરબાનો આનંદ માણી શકશે સમસ્ત જૈન સમાજનું સમર્થન.

પાસ માટેના ફોર્મ (૧) શ્રી રીદ્ધિ સિદ્ધિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ૨૦૧- ગાયત્રી ચેમ્બર્સ, પી.પી. ફુલવાલાની સામે, ડો. યાજ્ઞિક રોડ, (૨) કશીશ હોલી ડે - જલારામ-૪ રામકૃપા ડેરીની સામે, યુનિવર્સિટી રોડ, (૩) પૂજા હોબી સેન્ટર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમીન માર્ગ (૪) જૈન સાડી, દિવાનપરા મેઈન રોડ (૫) દિવ્યેશ મહેતા, ગૌતમ, પટેલ મંડપની સામે, કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક પાસે, (૬) સુપરટેક એન્ટરપ્રાઈઝ, બંસીધર ડેરીની બાજુમાં, સનસીટીની સામે, સાધુ વાસવાણી રોડ (૭) વોડાફોન સ્ટોર, અમીધારા કોમ્પલેક્ષ, પૂજારા ટેલીકોમની સામે, કુવાડવા રોડ, (૮) પૂજા ગ્રાફીક, શોપ નં.૨૨, ફર્સ્ટ ફલોર સદ્દગુરૂ તીર્થધામ શિવમ હોસ્પિટલની સામે, રૈયા રોડ (૯) વેવ્સ સિસ્ટમ, શોપ નં. જી. ૧૨ ક્રિષ્ના કોન. આર્ચ-૩, જીએસપીસી ગેસની બાજુમાં, રૈયા ટેલીફોન એકસચેન્જની સામે, (૧૦) ગીતાંજલી હોલ, ગીતામંદિરની સામે, ભકિતનગર, (૧૧) હેમ ટ્રાવેલ લિંકસ, ૯/૪, ગાયકવાડી પ્લોટ, પુષ્પ સંધ્યા એપાર્ટમેન્ટની સામે, જંકશન પ્લોટ (૧૨) રીદ્ધિ હોલીડેસ, ૧૦૭, પન્નામાણેક કોમ્પલેક્ષ ૧, ફર્સ્ટ ફલોર આશાપુરા મંદિરની સામે, પેલેસ રોડ.

આયોજનને સફળ બનાવવા કોર કમીટીના મિલન કોઠારી, ભરત દોશી, ધીરેન ભરવાડા, ગીરીશ મહેતા, જેનીશ અજમેરા, બ્રિજેશ મહેતા, હિતેશ મહેતા, સુનિલ કોઠારી, રજત સંઘવી, જય ખારા, જય કામદાર, કેતન દોશી, નૈમીષ પુનાતર, રાજીવ ઘેલાણી, વિપુલ મહેતા, અંકુશ જૈન, નીતિન મહેતા, મૃણાલ અવલાની, અખિલ શાહ, પરેશ દફતરી, યોગીન દોશી, પી. એન. દોશી, અતુલ સંઘવી, સંજય લાઠીયા, જતીન સંઘાણી, યોગેશ શાહ, અમીત કોરડીયા, નીતિન કામદાર, નિર્મલ શાહ, જસ્મીન ધોળકીયા, જયોતિન્દ્રભાઈ મહેતા, પ્રવિણભાઈ કોઠારી, સી. એમ. શેઠ, ઈશ્વરભાઈ દોશી, જીતુભાઈ દેસાઈ, અનિલભાઈ દેસાઈ, કલ્પકભાઈ મણીયાર, મેહુલભાઈ રૂપાણી, પિયુષભાઈ મહેતા, અમીનેશભાઈ રૂપાણી, રાજુભાઈ કેસ્ટ્રોલ, જયેશ શાહ, સુનિલ શાહ, દર્શન શાહ, વિભાસ શેઠ, મહેશ કામદાર, રાહુલ મહેતા, અલ્કેશ ગોસલીયા, ધ્રુમિલ પારેખ, પિયુષભાઈ શાહ, અમિત દેસાઈ, હર્ષિલ શાહ, વિપુલ શાહ, મિલન ટોળીયા, હિમાંશુ ખજૂરીયા, પ્રીતેશ બાવીશી, વિરલ બાખડા, જતીન શાહ, કૌશિક વિરાણી, ઋષભ શેઠ, ભવદીપ કામદાર, બીરજુ મહેતા, પાર્શ્વ સંઘવી, રાજ કોઠારી, ધૈર્ય દામાણી, મનીષ દોશી, અંકુર મહેતા, પરીન સંઘવી, ધવલ દોશી, જતીન કોઠારી, કૌશિક મહેતા, હિરલ રૂપાણી, હિતેશ દોશી, ભદ્રેશ કોઠારી, હરેશ દોશી, જીજ્ઞેશ મહેતા, ભાવેશ ઘેલાણી, પિયુષ દોશી, અંકિત મહેતા, અભિશેખ ભીમાની, ધર્મેશ દોશી, કીર્તી દોશી, કેતન દોશી, કરણ વોરા ગીરીશ શાહ, અનિલ જાટકીયા, મેહુલ કામદાર, વૈભવ મહેતા, મુકેશ વોરા, જયેશ દોશી, દિપેશ વખારીયા, ઉમંગ ફોફરીયા, જય મહેતા, રાજેન મહેતા, બીરેન બાવીશી, શ્રેય કોઠારી, પ્રતિક શાહ, દેવેન લાખાણી, હેમાંશુ પટેલ, પરેશ પટેલ, ગૌરવ દોશી, ચિંતન શાહ, આદિત્ય શાહ, ઋષભ સંઘાણી, દેવાંશ દફતરી, અભય પારેખ, દિપક પટેલ, નીતિન મહેતા, મૌલિક કટોળીયા, કલ્પેશ દફતરી, ભાવિક મહેતા, અભય પારેખ, મનીષ મહેતા, કલ્પેશ વખારીયા, પારસ મહેતા, અજય વસા, દીપેશ વખારીયા, હેમલ કોઠારી, દિપક વસા, જીજ્ઞેશ મહેતા, ભવ્યા પારેખ, નિરવ અજમેરા, ગૌરવ દોશી, અજય વસા, મનીષ પારેખ, ધ્રુમિલ મહેતા, સિદ્ધાર્થ શાહ, ધાર્મિક શેઠ, કેતન મહેતા, વૈભવ શાહ, અમન વખારીયા, સાગર શાહ, પ્રજ્ઞેશ રૂપાણી, ડો. તેજસ શાહ, મહેક કામદાર, બીપીન વખારીયા, અર્પિત શાહ, મનોજ ડેલીવાળા, રાજન રામાણી, દેવેન કોઠારી, બીજલ દફતરી, નયન રામાણી, સુશીલ ગોડા, હિતેશ દેસાઈ, સ્મિત દોશી, શૈલેષ ઉદાણી, અતુલ મહેતા, હિરેન સંઘવી, અમીષ દફતરી, મનન મહેતા, સુધીર શાહ, જયેશ મહેતા, રાજુભાઈ વિરાણી, અંકિત શેઠ, નેમીષ મહેતા, તેજસ શાહ, મિલન મહેતા, કુશલ કોઠારી,  જીજ્ઞેશ બોરડીયા, અમિત વખારીયા, મનોજ સંઘરાજકા, હિમાંશુ પારેખ, નેહલ ગાંધી, વિશેષ કાદમાર, હિતેશ મણીયાર, પારસ વખારીયા, અમરીશ દફતરી, આશીષ દોશી, તેજસ ગાંધી, ભાવેશ મહેતા, પારસ મોદી, ધવલ મહેતા, જૈનમ શેઠ, કેતન વખારીયા, દીપહકાની, નિદેશ વખારીયા, નીતેશ મહેતા, નરેન્દ્ર દોશી, રાજેશ જાટકીયા, હેમેન્દ્ર વખારીયા, દેવાંગ ખજુરીયા, અનીષ વાધર, વિમલ કામદાર, રાજેશ સંઘવી, કૃણાલ દોશી, ઉમેશ શેઠ, ભાવેશ ઘેલાની, મૌલિક દોશી, સુધીર પટેલ, પાર્થ વાધર, વિમલ ધામી, પાર્થ સંઘાણી, પંકજ મહેતા, કેયુર શેઠ, મીત ગાંધી, પરીમલ ગાંધી, મનીષ મહેતા, ભાવીન મહેતા, સચિન વોરા, ગૌતમ પારેખ, પ્રણવ મણીયાર, ગૌરવ ટોળીયા, અમીષ દેસાઈ, મનીષ પારેખ, કમલેશ ખીલોસીયા, પૂર્વેશ પારેખ સહિતના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:37 pm IST)