Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

હાલની યુવા પેઢીની સંપુર્ણ વાસ્‍તવિકતા દર્શાવતી ગુજરાતી ફિલ્‍મ ‘આપણી દોસ્‍તી'નું નિર્માણ

શાન,પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદારનાં સ્‍વર : જાણીતા કલાકારોનો કાફલો : ૨૮મીએ રીલીઝ

રાજકોટ તા.૧૯ : આગામી ૨૮ સપ્‍ટેમ્‍બરે ઇવા ફિલ્‍મ પ્રોડકશન તેમજ દક્ષ એન્‍ટરટેઇનમેન્‍ટના બેનર હેઠળ પ્રોડયુસર ડીમ્‍પલ પ્રજાપતિ, કમલેશ પટેલ તેમજ જીવણ આહિર તેમજ કો-પ્રોડયુસર પીયુષ પંડયા નિર્મિત તેમજ શંકર બાબુભાઇ રબારી દિગ્‍દર્શીત ‘આ છે આપણી દોસ્‍તી અનલીમીટેડ'નામની ગુજરાતી અર્બન મુવી સમગ્ર ગુજરાતમાં રીલીઝ થઇ રહી છે. હાલની યંગ જનરેશનને ગમી જાય એવી મસ્‍તી, મજાક સાથે આ મુવીમાં એક ગંભીર મેસેજ પણ છે. જે હાર્ટ ટચીંગ સાબિત થશે. સુપર મ્‍યુઝીકલ બ્રાન્‍ડ ટી સીરીઝે આ મુવીના મ્‍યુઝીકલ રાઇટસ લીધેલા છે. શાન, પાર્થિવ ગોહિલ અને ઐશ્વર્યા મજમુદાર જેવા સુપ્રસિધ્‍ધ સીંગરોએ આ મુવીમાં પ્‍લેબેક કર્યુ છે. જયારે આ મુવીનું મ્‍યુઝીક અનવર શેખ - ટીનુ અરોઆએ તૈયાર કર્યુ છે.

ફિલ્‍મની કથા-પટકથા હાલના યંગ જનરેશનને ટચ કરે તેવી રીતે પ્રસ્‍તુત કરાય છે. મા-બાપ પોતાના સંતાનોના કેરીયર પાછળ રાત દિવસ એક કરી સમય, શકિત અને આર્થિક રીતે ગજા બહારનો ભોગ અપો છે પરંતુ સંતાનો પોતાની જુવાનીમાં નશામાં પોતાના લક્ષ્ય અને કેરીયરને ભૂલી મસ્‍તી, મજાક અને પ્રેમના ચકકરમાં એવા રંગાઇને ભાન ભુલી જાય છે કે કેરીયર પાછળ રહી જાય છે અને સમય ખોટી જગ્‍યાએ બરબાદ થઇ જાય છે. જયારે આંખ ઉઘડે છે ત્‍યારે ઘણુ બધુ ગુમાવવુ પડે છે અને આ મા-બાપની ઉપાધી તો પોતાના સંતાનો લક્ષ્ય સુધી ન પહોચે ત્‍યા સુધી એમની એમ જ રહે છે. હાલની યુવાપેઢીની સંપુર્ણ વાસ્‍તવીકતા દર્શાવતી સ્‍ટોરી લાઇનમાં ખૂબ જ મહેનત લેવામાં આવી છે. સ્‍ક્રીનપ્‍લે તથા ડાયલોગ્‍સ ઇર્શાદ દલાલે લખ્‍યા છે. ફિલ્‍મનું ડાયરેકશન શંકર બી.રબારીએ કર્યુ છે. તેમજ ગીતો ઇર્શાદ દલાલ અને શ્‍યામ સાગરે દર્શકોના દિલમાં ઉતરી જાય એવા અને સોનામાં સુગંધ ભળે તેમ યુથ આઇકોન શાન, પાર્થિવ ગોહિલ અને ઐશ્વર્યા મજમુદારે પોતાના સુમધુર સ્‍વર આપી ફિલ્‍મના મ્‍યુઝીકને ખૂબ જ લોકપ્રિય બનાવ્‍યુ છે.

દોસ્‍તી અનલીમીટેડ...ની સ્‍ટારકાસ્‍ટમાં હિતેશકુમાર, વિધિ શાહ લીડ રોલમાં છે. આ જોડી સીલ્‍વર સ્‍ક્રીન પર કમાલ કરી છે. સાથે સાથે સુનીલ વિસરાણી, વિજય દેસાઇ, ઉત્‍સવ શાહ, જીજ્ઞેશ મોદી, ઉષા ભાટીયા અને કરિશ્‍મા ખોજા જેવા જાણીતા કલાકારોનો કાફલો જોવા મળશે.

હાલની અર્બન ગુજરાતી મુવીના ટ્રેન્‍ડમાં સામેલ થતી આ છે આપણી દોસ્‍તી અનલીમીટેડ યાર ફુલ ફેમીલી સાથે બેસીને જોવા લાયક માણવા લાયક સંપુર્ણ પૈસા વસુલ એન્‍ટરટેઇનમેન્‍ટ સાબિત થશે. ફિલ્‍મનું મ્‍યુઝીક તેમજ ટ્રેલર યુ ટયુબ તેમજ સોશ્‍યલ મિડીયામાં ખૂબ જોવાઇ રહ્યુ છે. જેમાં ડિસ્‍કો થેક પર પિકચરાઇઝ થયેલ યુવાનોને ડોલાવી નાખતુ ગીત તારા માટે જાન છે...એ રેકોર્ડ બ્રેક વ્‍યુઅર ટુ ટયુબ પર મેળવ્‍યા છે.

મલ્‍ટીપ્‍લેકસને લાયક અદ્યતન ટેકનોલોજીથી બનેલી ફિલ્‍મો ઉપરાંત ફેમીલી સાથે સંપુર્ણ ઉચ્‍ચકક્ષાની ફિલ્‍મો હાલ બનવા લાગી છે. જે ખૂબ સારી બાબત છે. આ છે આપણી દોસ્‍તી અનલીમીટેડ યાર... આવનારા સમયમાં નવા રેકોર્ડ બ્રેક કરશે એમા શંકાને સ્‍થાન નથી. સમગ્ર પ્રોડકશન ટીમને બેસ્‍ટ ઓફ લક.(

(12:59 pm IST)
  • રાજકોટ -આરઆરસેલનો સપાટો :સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી વિદેશી દારૂનો જથ્થો અને લીંબડીમાંથી ધોડીપાસાનો જુગાર તથા વિંછીયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો :ત્રણ દરોડામાં ફરજમાં બેદરકારી બદલ લીંબડીના બે,ધાંગ્રધાના એક અને વિંછીયાના એક પોલીસ કર્મીને રેન્જ આઇજીએ સસ્પેન્ડ કર્યા access_time 12:16 am IST

  • હેલ્થ માટેની દારૂની પરમીટો હવે મોંઘીદાટઃ પ્રોસેસ ફી ૨ હજાર અને આરોગ્ય તપાસ ફી પણ ૨ હજાર થઈ : હેલ્થ પરમીટના ફોર્મની ફી રદ્દ કરી : રાજયના ૨૬ એરીયા મેડીકલ બોર્ડ રદ્દ access_time 1:38 pm IST

  • ર૧મીથી મધ્યાહન ભોજનના હજારો કર્મચારીઓની રાજયવ્યાપી હડતાલ : કાલે રાજકોટમાં પત્રકાર પરિષદ : લાખો ભૂલકાઓ ભોજન વિના ટળવળશે... : ર૧મીથી મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓની રાજકોટ સહિત રાજય વ્યાપી બેમુદતી હડતાલ : ઓછુ મહેનતાણુ કામના કલાકો-અપુરતો પૂરવઠો સહિતની બાબતે એલાને જંગ રસોયા અને મદદનીશો પણ જોડાશેઃ રાજકોટના ૧ લાખ સહિત રાજયભરના લાખો બાળકોને ભોજન વીના રહેવું પડશે : કાલે પત્રકાર પરીષદ access_time 4:01 pm IST