Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

હડમતાલામાં જૂગાર રમતાં રાજકોટ-ગોંડલના ૬ પકડાયાઃ ૪૩ હજાર કબ્‍જે

રાજકોટ તા. ૧૯: ગોંડલના હડમતાળાની સીમમાં જાહેરમાં તિનપત્તીનો જૂગાર રમતાં ગોંડલના મહેશ ઉકાભાઇ મકવાણા, પરેશ પ્રવિણભાઇ મકવાણા, મુકેશ હરિભાઇ મકવાણા, દિનેશ ધીરૂભાઇ સોલંકી, ગોવિંદ ગોરધનભાઇ ગોહેલ, રાજેશ નાથાભાઇ નંદા અને રાજકોટ સુભાષનગરમાં રહેતાં રાજેશ નાથાભાઇ નદાને ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ. કે. કે. ગઢવી સહિતે પકડી લઇ રૂા. ૪૩ હજારની રોકડ કબ્‍જે લીધી હતી.

ગોંડલમાં વરલી રમતાં યુસુફ પકડાયોઃ ૧૧૭૫૦ની રોકડ કબ્‍જે

ગોંડલ માર્કેટીંગ યાર્ડ પાસે યુસુફ કાલુભાઇ તુરક (પઠાણ) (ઉ.૩૮-રહે. પંચપીરની ધાર જેલ સામે ક્‍વાર્ટર-ગોંડલ)ને વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતો હોઇ ગોંડલના હેડકોન્‍સ. આર. ડી. ઝાલા અને કોન્‍સ. ભગીરથસિંહ જાડેજાએ પકડી લઇ રૂા. ૧૧૭૫૦ની મત્તા કબ્‍જે લીધી હતી.

(12:57 pm IST)