Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

બેડીનાકા પાસે વાંકાનેરની વર્ષા પરમારે એસીડ પી લેતા દાખલ

રાજકોટ તા.૧૯: બેડીનાકા ટાવર પાસે વાંકાનેરની વાળંદ મહિલાએ એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ વાંકાનેરમાં રહેતી વર્ષા રાજુભાઇ પરમાર (ઉ.વ.૨૬)એ ગલકાલે રાજકોટ બેડીનાકા પાસે એસીડ પી લેતા તેને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. બનાવની જાણ જતા એ ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ કે.એ. જાડેજા, એએસઆઇ દયાબેન અને રાઇટર સાજીદભાઇએ તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ વર્ષા પરમારના પ્રથમ લગ્ન કર્યા બાદ તેના છુટાછેડા થયા હતા. બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા ત્‍યારે તેનો પતિ ગોંડલ રોડ પર વોડાફોનની ઓફીસમાં નોકરી કરતો હતો ત્‍યારે તેની સાથે કામ કરતો તેની મિત્ર હાર્દિક ઉર્ફે બગીયો દિલીપભાઇ મકવાણા સાથે મુલાકાત થઇ હતી. બાદ બંને વચ્‍ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમી હાર્દિકે તેની સાથે લગ્ન નહી કરે તેવું તેને લાગી આવતા વર્ષા  હાર્દિકની બેડીનાકા પાસે રહેતી તેની માતાને આ બાબતે મળવા ગઇ હતી બાદ બેડીનાકા પાસે તેણે એસીડ પી લીધુ હતું.

(12:09 pm IST)