Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

બે લાખની લાંચના છટકામાં ઝડપાયેલા રાજકોટ જીલ્લા પંચાયતના સભ્‍ય કિશોર પાદરીયાના રિમાન્‍ડ મંગાશે

એસીબીના મદદનીશ નિયામક એ. પી. જાડેજાના સુપરવિઝનમાં પી.આઇ. કૃષ્‍ણકુમારસિંહ ગોહિલ દ્વારા કાર્યવાહીથી ખળભળાટ : એલઇડી લાઇટના કોન્‍ટ્રાક્‍ટ અપાવ્‍યા તેમાં ટેન્‍ડરીંગ થયું હતું કે બારોબાર વહિવટ થયો? કુલ કેટલી ગ્રાંટ કઇ રીતે વાપરી શકાય? બીજા સદસ્‍યોની ગ્રાન્‍ટનો પણ ઉપયોગ થયો કે કેમ? સહિતના મુદ્દે તપાસ

રાજકોટ તા. ૧૯: રાજકોટ જિલ્લા પંચાયતના જતેપુરની પેઢલા સીટના સદસ્‍ય કિશોરભાઇ પોપટભાઇ પાદરીયાને રાજકોટ એસીબીની ટીમે રૂા. બે લાખની લાંચના છટકામાં ઝડપી લેતાં રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. જેતપુર તાલુકાના અલગઅ-અલગ ગામોમાં એલઇડી લાઇટો ફીટ કરવાનો કોન્‍ટ્રાક્‍ટ જેને મળ્‍યો છે તેને પોતાની ગ્રાન્‍ટમાંથી ૧૫ લાખ ફાળવવા બદલ કે. પી. પાદરીયાએ રૂા. બે લાખની લાંચ માંગી હતી. એસીબીએ ફરિયાદ મળતાં જેતપુર હાઇવે પર અંકુર હોટેલ પાસે છટકુ ગોઠવી તેને રંગેહાથ ઝડપી લઇ વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

એસીબી રાજકોટના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના સુપરવિઝન હેઠળ એસીબી રાજકોટ  ગ્રામ્‍યના પીઆઇ કૃષ્‍ણકુમારસિંહ ગોહિલ દ્વારા જેતપુર હાઇવે પરની  અંકુર હોટલ નજીક આ સફળ છટકુ ગોઠવાયું હતું.  એસીબી વડા કેશવકુમાર દ્વારા નાના નાના માછલાઓને ઝડપવાના બદલે મોટા મગરમચ્‍છોને એસીબીની જાળમાં ફસાવવાના સુચનનો રાજકોટ એકમ દ્વારા સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્‍યો છે.

જેતપુર તાલુકાના અલગ અલગ ગામોમાં એલઇડી લાઇટો લગાવવાના કામ બદલ  પોતાના કમિશનની લાંચ પેટેના રૂા. બે લાખ કે. પી. પાદરીયાએ જે પાર્ટીને લાઇટ ફિટીંગનો કોન્‍ટ્રાક્‍ટ મળ્‍યો હતો તેની પાસે માંગ્‍યા હતાં. આ અંગે કોન્‍ટ્રાક્‍ટરે રાજકોટ એસીબીને જાણ કરતાં ટ્રેપ ગોઠવાઇ હતી અને સફળતા મળી હતી. કિશોર પાદરીયાબે લાખની ૫૦૦ના દરની નોટો સ્‍વીકારતા જ એસીબી પી.આઇ. કે. એચ. ગોહિલ અને ટીમે રંગેહાથ દબોચી લીધો હતો.

વાર્ષિક પંદર લાખની ગ્રાન્‍ટ મળે તો પાંચ વર્ષે ૭૫ લાખની ગ્રાન્‍ટ થાય. કે. પી. પાદરીયાએ ગ્રાન્‍ટ ફાળવવા ટેન્‍ડરીંગ કર્યુ હતું કે બારોબાર રોકડી કરવા કામ આપી દીધુ? બીજા કોઇ સદસ્‍યોની ગ્રાન્‍ટ આ રીતે વાપરી છે કે કેમ? કુલ કેટલી ગ્રાન્‍ટ વાપરી શકાય? સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્‍ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(11:46 am IST)